આવો જાણીએ ગુજરાતનો ઈતિહાસ

ગુજરાત રાજ્યનુ વિભાજન ઈસ 1960 1લી મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતનુ વિભાજન કરવામાં આવ્યુ હતુ. આ રાજ્યનુ વિભાજન બે ભાષાઓના આધારે કરવામાં આવ્યુ હતુ. ગુજરાતી બોલતા પ્રદેશોને ગુજરાતમાં અને મરાઠી બોલતા પ્રદેશોને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોનુ અસ્તિત્વ ઉભુ કરવામાં આવ્યુ. પ્રાચીન ગુજરાતનો ઈતિહાસ ખૂબ જ રોમાંચક છે.

P.R

કહેવાય છે કે પ્રાચીન ગ્રથોમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો આ આનર્ત પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકાને વસાવી હતી. આ મૂળ નગરી જે કૃષ્ણએ વસાવી હતી તે તો કહેવાય છે કે સમુદ્રમાં ગરક થઈ ગઈ જેના પુરાવા જામનગર જિલ્લામાં સમયાંતરે મળતા રહે છે.

ગુજરાતના લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પીય સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. ત્યારપછી થોડો ઘણો ઈતિહાસ મોર્યવંશમાં મળી આવ્યો. મોર્ય પછી ગુજરાત પર કેથેલિસ્ટ અને મોર્ય વંશે શાસન કર્યુ. ત્યારબદ મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપના કરી. અહી ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી આ ક્ષેત્ર ગુર્જરદેશ તરીકે ઓળખાતુ હતુ. આ સમય ગુજરાતનો સોનેરીકાળ હતો એવી પ્રાચીન માન્યતા છે.

ગુજરાતના છેલ્લા શાસક કરણદેવ વાધેલા ઈ.સ 1297માં દિલ્હીના અલ્લાઉદ્દીન બિલ્જી સામે પરાજય પામતા ગુજરાતના શાસનનો અંત આવ્યો.

જાણો ગુજરાત વિશે વધુ

વેબદુનિયા પર વાંચો