કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ભૂવાજીના શરણેઃ માતાજીની રમેલમાં જઈ આશિર્વાદ લીધા

ગુરુવાર, 11 એપ્રિલ 2024 (16:42 IST)
Surrender of Congress candidate Ganiben Bhuwaji:
 લોકસભા ચૂંટણીમાં આ વખતે બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોએ મહિલાઓને મેદાને ઉતારી છે. ભાજપે રેખાબેને ચૌધરીને તો કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે બુધવારે બપોરે પોલીસ પર પ્રહાર કર્યા હતા, બાદમાં સાંજે દિયોદરના સાલપુર ખાતે માતાજીની રમેલમાં ભૂવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યાં હતાં.ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ચૈત્ર મહિનો એટલે દેવીઓનો મહિનો કહેવાય. તમે સૌ આસ્થા સાથે જોડાયેલા છો, ત્યારે માતાજીના આશીર્વાદ મળે અને તમે સૌ આગળ પ્રગતિ કરો એવી માતાજીને પ્રાર્થના.. માતાજી આપ સૌનું કલ્યાણ કરે અને તમારા સૌના અને ભૂવાજીના મને આશીર્વાદ મળે, હું ભૂવાજીને વિનંતી કરું પ્રાર્થના કરજો અને ધૂણતાં-ધૂણતાં ઘરના ભૂવા હોય ને તો નારિયેળ ઘર સામે નાંખે.
 
ઇઢાટા ગામેથી ગેનીબેને પોલીસ પર પ્રહાર કર્યા હતા
બુધવારે પ્રચાર દરમિયાન થરાદના ઇઢાટા ગામેથી ગેનીબેને પોલીસ પર પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે ચૂંટણી ટાણે પોલીસ ઠાકોર સમાજને દબાવવા માગતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જાહેરસભામાં જ કહ્યું હતું કે, કદાચ ગુલાબભાઈ અને ઠાકરશીભાઈનો પણ વારો આવશે, હું તો કહું છું કે, બધા વતી મારો વારો લાવો ને, આમેય ચૂંટણી તો લોકો જ લડે છે. ગેનીબેને કહ્યું હતું કે, સણાવિયા ગામના વ્યક્તિ સામે બે વર્ષ જૂનો કેસ હતો. જેમાં પોલીસે અઠવાડિયા પહેલાં કાર્યવાહી કરી. પોલીસને બે વર્ષ સુધી કાર્યવાહી કરવાનો સમય ન મળ્યો. ચૂંટણી ટાણે પોલીસ ઠાકોર સમાજને દબાવવા માગે છે. આ રીતની કાર્યવાહી કરી કહેવા માગે છે કે, તમે ગેનીબેન ભેગા રહેશોને તો ગમે એટલા જૂના કેસ હશે પકડીને અમે તમને જેલમાં પૂરશું. 
 
પોલીસ લોકોને દબાવવા માંગે છેઃ ગેનીબેન
ગેનીબેને વધુમાં કહ્યું હતું કે, પોલીસને બે વર્ષથી કાર્યવાહીની કોણ ના પાડતું હતું. પણ રોફ જમાવવા માગે છે, દબાવવા માગે છે.કદાચ આ ગુલાબભાઈ અને ઠાકરશીભાઈનો વારો આવશે. હું તો કહું છું કે, બધા વતી મારો વારો લાવો ને. ચૂંટણી તો આમેય લોકો જ લડે છે. લોકશાહીમાં લોકોને સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો અધિકાર છે. થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જાહેરસભામાં આક્ષેપ કરતા કહ્યું હતું કે, ડેરીના પૈસે અલગ અલગ જગ્યાએ મહિલા સંમેલન થાય છે અને આઈસક્રીણ ખવડાવે છે. આ જે ખર્ચાઓ પડે છે તે ભવિષ્યમાં ડેરીમાં વધારો મળવાનો એમાંથી કપાવાના છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર