લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યના અગ્રણી જાટ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી બિરેન્દ્ર સિંહે સોમવારે ભાજપ છોડવાની જાહેરાત કરી હતી. તેમની પૂર્વ ધારાસભ્ય પત્નીએ પણ ભાજપ છોડવાની જાહેરાત કરી છે. બિરેન્દ્ર સિંહે કહ્યું કે તેઓ મંગળવારે કોંગ્રેસમાં જોડાશે.