Navratri 2020: નવરાત્રિ પર ઘટ સ્થાપના કેમ કરવામાં આવે છે, જાણો તેમા જળ ભરવાનુ અને જ્વારા ઉગાવવાનુ મહત્વ

ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (12:25 IST)
હિંદુ સનાતન ધર્મમાં કલશ સ્થાપનાનુ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. નવરાત્રિમાં માતાના 9 સ્વરૂપોની ચૌકી સજાવીને પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીના પૂજન સાથે ઘટસ્થાપના કરવાની જોગવાઈ છે.  માતાની ચોકી સજાવતી વખતે ઘટ સ્થાપના જરૂર કરવામાં આવે છે. આ માટે માટીનો ઘડો અથવા તાંબા કે ચાંદીનો લોટો લેવામાં આવે છે.  તેના પર સ્વસ્તિકનુ ચિહ્ન બનાવાય છે અને નારિયળ સ્થાપિત કરવામાં આવે છે. વિધિ વિધાન સાથે પૂજન કરી કળશ સ્થાપિત કરે છે. પણ શુ તમે જાણો છો કે કળશ કેમ સ્થાપિત કરવામાં આવે છે, સ્વસ્તિક અને નારિયળ લગાવવાનુ શુ મહત્વ છે. માટી કે રેતીની વેદી બનાવીને જવ વાવવા પાછળ શુ છે માન્યતા. 
કળશ સ્થાપનાનુ મહત્વ 
 
કળશ મધ્ય સ્થાનથી ગોળાકાર અને મુખ નાનુ હોય છે. પૌરાણિક માન્યતાઓના મુજબ કળશના મુખમાં વિષ્ણુ, કંઠમાં મહેશ અને મૂળમાં સુષ્ટિના રચેતા બ્રહ્માજીનુ સ્થાન માનવામાં આવે છે. કળશના મઘ્ય સ્થાનમાં માતૃશક્તિઓનુ સ્થાન માનવામાં આવે છે.  કળશના તીર્થનુ પ્રતીક માનીને પૂજવામાં આવે છે.  એક રીતે કળશ સ્થાપના કરતી વખતે વિશેષ રૂપે દેવી-દેવતાઓનુ એક સ્થાન આહવાન કરવામાં આવે છે. 
 
કળશમાં કેમ ભરવામાં આવે છે જળ - શાસ્ત્રો મુજબ ખાલી ઘડો અશુભ માનવામાં આવે છે. તેથી કળશમાં જળ ભરીને મુકવામાં આવે છે. ભરેલા કળશને સંપન્નતાનુ પ્રતીક પણ માનવામાં આવે છે.માન્યતા છે જળ ભરેલા કળશને ઘરમાં મુકવાથી સંપન્નતા આવે છે. કળશમાં ભરાયેલુ જળ મનનો કારક માનવામાં આવ્યો છે. કળશના પવિત્ર જળની જેમ આપણુ મન પણ સ્વચ્છ અને નિર્મળ બન્યુ રહે. જેથી મનમા કોઈ પ્રકારની ઘૃણા, ક્રોધ અને મોહની ભાવનાનુ કોઈ સ્થાન ન હોય. 
 
કળશ સ્થાપિત કરતી વખતે કળશના જળમાં દુર્વા, સોપારી અને ચોખા વગેરે નાખવામાં આવે છે. તેના પર કેરીના પાન લગાવવામાં આવે છે. જેની પાછળનુ કારણ છે કે દુર્વામાં સંજીવનીના ગુણ, સોપારી જેવી સ્થિરતાના ગુણ, પુષ્પના ઉમંગ અને ઉલ્લાસના ગુણ વગેરે આપણી અંદર સમાહિત થઈ જાય. 
 
કળશ પર નારિયળ મુકવાનુ મહત્વ - કળશ ઉપર લાલ રંગના કપડામાં નારિયળ લપેટીને મુકવામાં આવે છે. નારિયળને ગણેશજીનુ પ્રતીક માનીને પૂજવામાં આવે છે.  જે રીતે બધા કાર્યોમાં ગણેશજીનુ પૂજન કરવામાં આવે છે. એ જ રીતે પૂજામાં સૌથી પહેલા કળશ પૂજન થાય છે. નારિયળ પૂજનથી પૂજા પૂર્ણ માનવામાં આવે છે. 
 
કળશ પર સ્વાસ્તિકનુ ચિહ્ન બનાવવાનુ મહત્વ - સ્વસ્તિકને પણ ગણેશજીનુ પ્રતિક માનવામાં આવે છે. દરેક શુભ કાર્યમાં સ્વસ્તિક બનાવવાની પરંપરા છે. માન્યતા છે કે આ ચિહ્નને બનાવવાથી શુભ્રતા આવે છે. તેથી ઘરના દરવાજા પર પણ સ્વસ્તિક બનાવવામાં આવે છે. કળશ પર બનાવેલ સ્વસ્તિક ચિહ્ન આપણા જીવનની 4 અવસ્થાઓ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રોઢાવસ્થા અને વૃદ્ધાવસ્થાને દર્શાવે છે. 
 
કેમ જવ વાવવામાં આવે છે - રાત્રે કળશ સ્થાપના કરતી વખતે જવ વાવવાની પણ પરંપરા છે. એવુ કહેવાય છે કે સુષ્ટિના નિર્માણ પછી સૌથી પહેલો પાક જવ હતા તેથી તેને પૂર્ણ પાક માનવામાં આવે છે. જેની પાછળ એ માન્યતા છે કે જવને સુખ સમૃદ્ધિ અને સંપન્નતાનુ પ્રતીક માનવામાં આવે છે.  માન્યતા છે કે જો જવ ઝડપથી અને ધનત્વ સાથે વધે છે તો સુખ સંપન્નતા આવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર