Navratri Decoration: માતાના આગમન માટે મંદિરને આ રીતે શણગારો

રવિવાર, 22 સપ્ટેમ્બર 2024 (18:23 IST)
Navratri Decoration- નવરાત્રિના નવ દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દરેકના મનમાં આનંદ અને ઉત્સાહ છે. લોકો દેવી માતાની પૂજા માટે તૈયારી કરી રહ્યા છે. મંદિરની સફાઈની સાથે શણગાર પણ કરવામાં આવે છે.

Navratri

ફૂલ
ઘરના મંદિરને સજાવવા માટે ફૂલ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે રંગબેરંગી અને સુગંધિત ફૂલોનો ઉપયોગ કરી શકો છો. મેરીગોલ્ડ, ગુલાબ, જાસ્મિન અને ડેફોડિલ્સ જેવા ફૂલો ખૂબ જ સુંદર છે..

Navratri decoration
નવરાત્રીની ઉજવણી માટે ગરબા અને દાંડિયા
ગરબા માટલા દેવીઓનું પ્રતિનિધિત્વ છે અને તેથી તે સામાન્ય રીતે તેજસ્વી-રંગવાળું હોય છે. નવરાત્રીના ગરબાની સજાવટ તમે જાતે કરી શકો છો. ફક્ત માટીના વાસણ અને દાંડિયા, છતરીથી પંડાલનુ સરસ ડેકોરેશન કરી શકો છો. 
 
રંગીન લાઈટોથી સજાવો
ફૂલો અને દીવા સિવાય ડેકોરેશન માટે લાઇટ પણ લગાવો. જો તમે ઇચ્છો, તો તમે તેને ફક્ત મંદિરમાં જ સ્થાપિત કરી શકો છો. આજકાલ એલઇડી લાઇટ્સ પણ ખૂબ જ લોકપ્રિય છે. તમે આ વિકલ્પને સજાવટ પણ ઉપયોગ કરી શકાય છે.
રંગોળીથી મંદિર રંગબેરંગી લાગશે
જેમ કે બધા જાણે છે કે રંગોળીને શુભ માનવામાં આવે છે. માતાજીના મંડપમામાં, પૂજા રૂમમાં રંગોળી બનાવવાનું ભૂલશો નહીં. તે ખૂબજ યુનિક લુક  આપશે. આ માટે તમે ઇચ્છો છો તો તમે અબીર અને ચોખાની મદદ પણ લઈ શકો છો અથવા ફૂલોની રંગોળી બનાવી શકો છો.


Edited By- Monica sahu  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર