Varuthini Ekadashi 2025 : વરુથિની એકાદશી ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિના રોજ ઉજવાય છે માન્યતા છે કે એકાદશીનુ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. એકાદશીનુ વ્રત કરનારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને તેના અજાણતા કરવામાં આવેલા પાપોનો નાશ થાય છે. એવુ કહેવાય છે કે વરુથિની એકાદશી સૌભાગ્ય આપનારી અને બધા પાપોનો નાશ કરનારી છે. આ એકાદશી કરનારા વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ કે વરુથિની એકાદશી ક્યારે છે અને તેના પારણનો સમય ક્યારે છે.
વરુથિની એકાદશી વ્રતની સાચી તિથિ કઈ છે?
પંચાંગ મુજબ, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 23 એપ્રિલે સાંજે 4.43 વાગ્યે શરૂ થશે અને 24 એપ્રિલે બપોરે 2.32 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, વરુથિની એકાદશી 24 એપ્રિલના રોજ માન્ય રહેશે. આ દિવસે વરુથિની એકાદશીનું વ્રત રાખવામાં આવશે.
વરુથિની એકાદશીનુ પારણ ક્યારે થશે ?
એકાદશી વ્રતમાં પારણ (વ્રત તોડવાનું) નું વિશેષ મહત્વ છે. ભક્તો એકાદશીના દિવસે ઉપવાસ રાખે છે અને દ્વાદશીના દિવસે તેને તોડે છે. આવી સ્થિતિમાં, વરુથિની એકાદશી 25 એપ્રિલે ઉજવવામાં આવશે. પંચાંગ મુજબ, વરુથિની એકાદશીના પારણા માટેનો યોગ્ય સમય સવારે 5.46 થી 8.23 વાગ્યા સુધીનો રહેશે. દ્વાદશી પારણા તિથિ એટલે કે 25 એપ્રિલે સવારે 11.44 કલાકે સમાપ્ત થશે
વરુથિની એકાદશીની પૂજા વિધિ
- વરુથિની એકાદશીના દિવસે સવારે સ્નાન નિત્યક્ર્મથી પરવાની સ્વચ્છ કપડા પહેરો
- ભગવાન વિષ્ણુનુ ધ્યાન કરતા પીળા આસનમાં વિષ્ણુ પ્રતિમાને સ્થાપિત કરો
- ગંગાજળથી પ્રતિમાને સ્નાન કરાવો અને સ્વચ્છ વસ્ત્રો પહેરાવો.
- ત્યારબાદ ચંદન ચોખા પીળા ફુલ વગેરે ચઢાવો. ધૂપ દીપ કરો. વિષ્ણુ ભગવાનના મંત્રોનો જાપ કરો.
- ત્યારબાદ વરુથિની એકાદશી વ્રત કથા વાંચો.
- ભગવાન હરિ વિષ્ણુની આરતી ગાઈને પૂજન દરમિયાન ભૂલોની ક્ષમા માંગો
-એકાદશી વ્રતના દિવસે યથાસંભવ ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.