Papmochani Ekadashi 2025: ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ પાપમોચની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. આ વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે અને તેને પુણ્ય ફળ મળે છે. આ વર્ષે પાપમોચની એકાદશીનું વ્રત 25 માર્ચે કરવામાં આવશે. તો હવે અહીં જાણો કે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે કયુ શુભ મુહુર્ત શ્રેષ્ઠ રહેશે.
પાપામોચની એકાદશી 2025 પૂજાનું શુભ મુહૂર્ત
પંચાંગ મુજબ, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 25 માર્ચે સવારે 5:05 વાગ્યે શરૂ થશે. એકાદશી તિથિ 26 માર્ચે સવારે 3:45 વાગ્યે સમાપ્ત થશે. 26 માર્ચે પાપમોચની એકાદશીનો વ્રત તોડવામાં આવશે. વૈષ્ણવ સમુદાયના લોકો 26 માર્ચે પાપમોચની એકાદશીનો વ્રત કરશે અને 27 માર્ચે ઉપવાસ તોડશે.
એકાદશીના વ્રત દરમિયાન, તમે દૂધ, દહીં, ફળ, શરબત, સાબુદાણા,
બદામ, નારિયેળ, શક્કરિયા, બટાકાનું સેવન કરી શકો છો.