રંગભરી એકાદશી 10 માર્ચના રોજ છે
આ દિવસે કેટલાક કાર્ય ન કરવા જોઈએ
એકાદશી તિથિ પર ચોખાનુ સેવન વર્જિત છે
Rangbhari Ekadashi Vrat Niyam: દરેક મહિનામાં 2 વાર અગિયારસ આવે છે એક કૃષ્ણ પક્ષની અને બીજી શુક્લ પક્ષની. એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનુ વિધાન છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 10 માર્ચના રોજ છે. આ એકાદશીને રંગભરી એકાદશી અને આમલકી એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અનેન વ્રત કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
- રંગભરી એકાદશી વ્રતમાં શૈપૂ તેલ અને સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ
- રંગભરી એકાદશી વ્રતમાં કોઈ માણસ પ્રત્યે મનમાં ખોટુ ન વિચારવુ જોઈએ.
- રંગભરી એકાદશીના દિવસે તામસિક ભોજન ન કરવુ જોઈએ.
- આ ઉપરાંત વ્રત કરનારે સવારની પૂજા કર્યા બાદ દિવસે સુવુ જોઈએ નહી.