UP Assembly Elections: અયોધ્યા નહી ગોરખપુર શહેરથી ચૂંટણી લડશે સીએમ યોગી, સિરાથુથી કેશવ પર લગાવ્યો બીજેપીએ દાવ
શનિવાર, 15 જાન્યુઆરી 2022 (15:12 IST)
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂટણી (Uttar pradesh assembly election) માટે ભારતીય જનતા પાર્ટીએ પહેલી યાદી રજુ કરી દીધી છે. આજે પાર્ટી દ્વારા જાહેર યાદીમાં રાજ્યના સીએમ યોગી આદિત્યનાથ(Yogi Adityanath) અને રાજ્યના ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યા (Keshav Prasad Maurya)ના નામનો પણ સમાવેશ છે. પાર્ટીએ સીએમ યોગીને ગોરખપુર શહેર સીટ પરથી ઉતાર્યા છે. જ્યારે કે ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યાને પ્રયાગરાજની સિરાથુ સીટ પરથી ટિકિટ આપી છે. જો કે પહેલી ચર્ચા હતી કે સીએમ યોગીને અયોધ્યાથી ઉતારી શકાય છે. બીજી બાજુ આજે પહેલા ચરણમાં બીજેપીએ 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા.
107 સીટોમાંથી 44 ઓબીસી, 19 એસસી અને 10 મહિલાઓ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ તબક્કામાં યોગી અને મૌર્યના નામ સામેલ નથી.