પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટી ઑન ઈકોનોમિક અફેયર્સે બુધવારે 12178 કરોડના જે પ્રોજેક્ટને મંજુરી આપી છે. તેમાથે એકે છે જોજિલા ટનલ. આ ટનલને કારણે ભારતીય સેના માત્ર 15 મિનિટમાં લેહ પહોંચી જશે. ચીન ભારતની આ નબળાઈને સારી રીતે ઓળખે છે કે ડિસેમ્બરથી લઈને એપ્રિલ સુધી જોજિલા બંધ રહે છે અને તેને કારણે સેના રસ્તા પરથી લદ્દાક સુધી પહોંચી શકતી નથી. પણ આ નબળાઈ પણ હવે દૂર થઈ જશે. જમ્મુ-કાશ્મીરમાં 2 લેનવાળા બાઈ ડાયરેક્શનલ જોજિલા ટનલ અને તેના પૈરલલ એસ્કેપ (એગ્રેસ) ટનલના કંસ્ટ્રક્શન, ઓપરેશન અને મેંટીનેસને મંજૂરી આપી દીધી. આ બધા કામ એંજિનિયરિંગ પ્રોક્યોરમેંટ અને કંસ્ટ્રકશન (EPC) મોડના આધાર પર થશે. જો કે આ મંજૂરીમાં NH-1A ને જોડનારા શ્રીનગર-લેહ સેક્શનનુ કામ સામેલ નથી.
હાલ 6 મહિના જ રહે છે કનેક્ટિવિટી
જોજિલા ટનલનુ નિર્માણ શ્રીનગર, કારગિલ અને લેહને દરેક ઋતુમાં જોડી રાખશે. હાલ લેહ સાથે કનેક્ટિવિટી વધુમાં વધુ 6 મહિના સુધી રહે છે. હાલ આ રૂતથી જવામાં 3 કલાકનો સમય લાગે છે. એ પણ ત્યારે જ્યારે વાતાવરણ સાફ રહે. પણ સુરંગ બની ગયા પછી માત્ર 15 મિનિટ લાગશે. પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યુ કે મારી માહિતી મુજબ આ એશિયાની સૌથી લાંબી ઓલ વૈદર ટન રહેશે. આ ઉપરાંત આ દુનિયાની સૌથી ઊંચી સુરંગમાંથી એક રહેશે.
રોકાણ છે 6,808 કરોડ
આ પ્રોજેક્ટની સિવિલ કંસ્ટ્રક્શનની કોસ્ટ 4,899.42 કરોડ રૂપિયા છે. પ્રોજેક્ટની કૈપિટલ કોસ્ટ 6,808.69 કરોડ રૂપિયા છે. તેમા જમીન પર કબજો, પુનર્વાસ અને અન્ય પ્રી કંસ્ટ્રકશન ગતિવિધિયો અને 4 વર્ષ સુધી ટનલની મેંટીનેસ અને ઓપરેશન કોસ્ટનો સમાવેશ છે.