આ શોર્ય દિવસ એટલા માટે મનાવવામાં આવ્યો હતો, કેમકે 1લી જાન્યુઆરી 1818માં કોરેગાંવ ભીમાની લડાઇમાં પેશવા બાજીરાવ દ્વિતીય પર અંગ્રેજોએ જીત મેળવી હતી. આ શોર્ય દિવસના પ્રસંગે થોડીક સંખ્યામાં દલિતો પણ સામેલ થયા હતા, આ વાતને લઇને કેટલાક ગામોના લોકો અને દલિતો વચ્ચે સંઘર્ષ થયો, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યૂ હતું.
સીએમે કરી શાંતિની અપીલ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને અપીલ કરી છે તેઓ શાંતિ કાયમ રાખે અને અફવાઓ પર ધ્યાન ન આપે. સીએમ ફડણવીસે જણાવ્યુ કે કોરેગાવ હિંસાની ન્યાયિક તપાસ માટે સુપ્રીમ કોર્ટેમાં અરજી આપવામાં આવશે. સાથે જ યુવાઓના મોતના મામલે સીઆઈડી તપાસ થશે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 10 લાખનુ વળતર આપવાનુ એલાન કર્યુ છે.