કુલભૂષણ જાધવની પત્ની અને માતા સાથે આ તો કેવી મુલાકાત, વચ્ચે કાચની દિવાલ....વાતચીત કરવા માટે ફોનનો ઉપયોગ !!

સોમવાર, 25 ડિસેમ્બર 2017 (19:07 IST)
કુલભૂષણ જાધવની પત્ની અને માતા સાથેની મુલાકાત,  વચ્ચે કાચની દિવાલ....વાતચીત કરવા માટે ફોનનો ઉપયોગ પાકિસ્તનના વિદેશ મંત્રાલયમાં કુલભૂષણ જાધવની તેની પત્ની અને માતા સાથે 21 મહિના બાદ મુલાકાત થઈ હતી. કુલભૂષણની માતા અને પત્ની સાથે 30 મીનિટની વાતચીત બાદ જાધવે પાકિસ્તાન સરકારનો આભાર માન્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમની વચ્ચે કાચની દિવાલ રાખવામાં આવી, જ્યારે તેમની સાથે વાતચીત કરવા માટે ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમની સાથે પાકિસ્તાનમાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર જેપી સિંહ પણ હાજર રહ્યા હતા.
 
પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ નાતાલની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે કાયદે આઝમ મોહમ્મદ અલી ઝિણાના જન્મ દિવસે આ મુલાકાત યોજવાની મંજૂરી આપવામાં આવી હતી. કુલભૂષણ જાધવા પાકિસ્તાનમાં અનેક આંતકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલા હતાં
 
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે જાધવ ભારતના આતંકવાદનો ચહેરો છે. તેઓ બલુચિસ્તાન અને સિંધમાં આતંકવાદી હિંસામાં તેઓ  સંડોવાયેલા હતાં. આટલું જ નહીં ગેસ પાઈપ લાઈનમાં ભાંગફોડ તથા કરાચીમાં એસએસપી અસલમ ચોધરીના હત્યાના પ્રયાસમાં પણ તેમની સંડોવણી હતી. દયા અરજી અને કબુલાતનામામાં જાધવે આનો સ્વીકાર કર્યો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર