મુંબઈના મરોલમાં ગઈ રાત્રે રહેવાશી બિલ્ડિંગમાં આગ લાગવાથી 4 લોકોના મોત થઈ ગયા જ્યારે કે 7 લોકો ગંભીર રૂપે દઝાય ગયા છે. મુંબઈના પબ દુર્ઘટનાને લોકો હજુ ભૂલ્યા નથી કે એક વધુ ઈમારતમાં આગ લાગવથી 4 લોકોના મોત થઈ ગયા. ગુરૂવારે મોડી રાત્રે મુંબઈના મરોલ વિસ્તારમાં એક રહેવાસી બિલ્ડિંગમાં આગ લાગવાથી 4 લોકોના મોત થયા અને 7 લોકો ઘાયલ થયા છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
બધા ઘાયલોને કુપર અને મુકુંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ લાગવાના કારણોની જાણ થઈ શકી નથી. આ અગાઉ કોઈ કશુ કરી શકતુ.. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ. પ્રત્યક્ષદર્શીઓના મુજબ બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકો બચાવો બચાવો બૂમો પાડી રહ્યા હતા પણ તેમને બચાવી શકાયા નહી. લોકોનો આરોપ છે કે ફાયર બિગ્રેડ જો સ્માય પર આવી જાત તો આટલી મોટી દુર્ઘટના થતી નહી.
ફાયર બિગ્રેડ મુજબ મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યા પહેલા બિલ્ડિંગના ત્રીજા માળમાં આગ લાગી. એ સમયે તેમા 4 લોકો હતા. જ્યારે કે ઉપરના રૂમમાં 7 લોકો હતા. ઘટના પછી ફાયર બિગ્રેડે 6 ફાયર ફાઈટરની મદદથી લગભગ 30 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો અને અંદર ફસાયેલા બંને રૂમના લોકોને બહાર કાઢ્યા. ત્રીજા માળમાં રહેનારા એક જ પરિવારના 4 લોકોનુ મોત થઈ ગયુ. જ્યારે કે ઉપરના રૂમમાં ઘુમાડથી બેહોશ 7 લોકોની સારવાર મુકુંદ અને કૂપર હોસ્પિટલમાં ચાલી રહી છે.