સુપ્રીમ કોર્ટે EWS ક્વૉટા અંતર્ગત અનામતને યોગ્ય ગણાવી

સોમવાર, 7 નવેમ્બર 2022 (12:03 IST)
આર્થિક રીતે પછાત લોકોને શૈક્ષણિક સંસ્થાનો અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોવાળી પીઠે સોમવારે ઈડબલ્યુએસ ક્વૉટા અંતર્ગત અનામતને ચાલુ રાખી છે.

 
ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાનીવાળી પાંચ જજોની બેન્ચે બહુમતીથી ઈડબલ્યુએસ ક્વૉટાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે અને કહ્યું છે કે 'આ બંધારણીય માળખાનું ઉલ્લંઘન નથી કરતી.' બેન્ચે બહુમતીથી એવું પણ કહ્યું કે બંધારણમાં 130મો સુધારો કાયદેસર છે.
 
સૌથી પહેલા જસ્ટિસ દિનેશ મહેશ્વરીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો અને એ પણ કહ્યું કે ઈડબલ્યુએસ અનામતથી અનસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગને બહાર રાખવા પણ બંધારણીય રીતે વૈધ છે.
 
જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું, "અનામત માત્ર આર્થિક રીતે પછાતો માટે જ નહીં, કોઈ પણ વંચિત વર્ગના હિત માટે એક સકારાત્મક ઉપાય છે. એ માટે માત્ર આર્થિક આધાર પર અનામત બંધારણનું ઉલ્લંઘન નથી કરતી. એસસી/એસટી અને ઓબીસીને ઈડબલ્યુએસ ક્વૉટાથી બહાર રાખવા બંધારણીય રીતે યોગ્ય છે.50 ટકા નિર્ધારિત અનામતની મર્યાદા અંતર્ગત વધારાની ઈડબલ્યુએસ અનામત બંધારણીય છે. "
 
જોકે, આ બેન્ચમાં સામેલ જસ્ટિસ રવીન્દ્ર ભટે ઈડબલ્યુએસ ક્વૉટાથી અસહમતી દર્શાવી હતી.
 
જાન્યુઆરી 2019માં બંધારણીય સંશોધન વિધેયકને સંસદનાં બન્ને સદનોમાં પસાર કરાયું હતું અને એ બાદ એ વખતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આના પર મહોર મારી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર