સ્ત્રીઓના હકમા સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય - પરિણિતની જેમ અપરિણિત સ્ત્રીઓને પણ ગર્ભપાતનો અધિકાર

વેબ દુનિયા

ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2022 (13:52 IST)
દેશની ટોચની કોર્ટે મહિલાઓના કાયદાકીય ગર્ભપાતને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કહ્યુ કે બધી મહિલાઓ, ભલે તે પરણેલી હોય કે કુંવારી, સુરક્ષિત અને કાયદાકીય ગર્ભપાતની હકદાર છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેંસી એક્ટ (MTPA)માં સંશોધન કરતા કહ્યુ છે કે પરણેલી મહિલાની જેમ કુંવારી સ્ત્રીઓને પણ ગર્ભપાત કરવાનો અધિકાર છે. કોર્ટે આ નિર્ણયને મહિલાઓના હકમાં મોટુ પગલુ બતાવ્યુ છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યુ ક એકોઈ પરણેલી મહિલાને બળજબરીપૂર્વક પ્રેગનેંટ કરવી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેંસી એક્ટ હેઠળ રેપ માની શકાય છે.  સુપ્રીમ કોર્ટે ગુરૂવારે એક કેસની સુનાવણી કરતા આ વાત કરી. 
 
 સુપ્રીમ કોર્ટે કહ્યું કે અપરિણીત મહિલાને પણ 20 થી 24 અઠવાડિયાની પ્રેગ્નન્સીનો ગર્ભપાત કરવાનો અધિકાર છે. આમ સુપ્રીમ કોર્ટે પરિણીત અને અપરિણીત મહિલાઓ વચ્ચેના ગર્ભપાતના અધિકારને સમાન ગણાવ્યો.
 
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે એમટીપી કાયદા અને તેની સાથે સંબંધિત નિયમોમા ફેરફારને લઈને આ નિર્ણય સંભળાવ્યો છે. દેશની ટોચની કોર્ટે કહ્યુ કે પરણેલી મહિલાની જેમ જ અવિવાહિત યુવતીઓને પણ કોઈની મંજુરી વગર 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકે છે. કોર્ટે આ દરમિયાન સ્પષ્ટ રીતે કહ્યુ કે વિવાહિત હોય કે અવિવાહિત મહિલા બધાને સુરક્ષિત એબોર્શનનો અધિકાર છે. 

Edited by - Kalyani Deshmukh 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર