Live - મોદી બોલ્યા - પહેલા બોલતા હતા કે બુલેટ ટ્રેન ક્યારે આવશે અને હવે બોલે છે કેમ લાવ્યા

ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (09:56 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિંજો અબે આજે સાબરમતી રેલવે સ્ટેશન પાસે એથલેટિક સ્ટેડિયમમાં મહત્વકાંક્ષી યોજના 1.08 લાખ કરોડ રૂપિયાના અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટનો પાયો મુક્યો.. સાબરમતી રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિંઝો અબેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કર્યું હતું. આ પ્રસંગે 
 
પીએમ મોદી બોલ્યા - જ્યારે હુ બુલેટ ટ્રેનની વાત કરતો ત્યારે લોકો કહેતા હતા કે હુ ફ્કત વાતો કરુ છુ હવે બુલેટ ટ્રેન લઈને આવ્યો તો લોકો કહે છે કે કેમ લાવ્યા 
- મોદીએ કહ્યુ કે અડધા અધૂરા સંકલ્પોથી અને સીમામાં બાંધેલા સપના સાથે કોઈ દેશ આગળ નથી વધી શકતો 
- પીએમ મોદીએ કહ્યુ કે હુ મારા મિત્ર શિંજો અબેનું ભારત અને ગુજરાતની ધરતી પર સ્વાગત કરુ છુ 
- પીએમ મોદીએ ગુજરતીમાં કર્યુ જાપાનના પીએમ શિંજો અબેનુ અભિવાદન 
- શિજો આબે એ પોતાના ભાષણનો અંત હિન્દીમાં આભાર સાથે કર્યો 
-શિંજો આબેએ જાપાનનો જ અને ઈંડિયાનો આઈ મળી જાય તો જેઈ બને છે જેનો મતલબ છે જય 
જાપાની વડાપ્રધાને નમસ્કારથી પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, જાપાનમાં બુલેટ ટ્રેનમાં કોઇ મોટી દુર્ઘટના થઇ નથી. એક દિવસે ભારતમાં પણ આ બુલેટ ટ્રેન દોડશે. જાપાનની બુલેટ ટ્રેન આખી દુનિયામાં સૌથી સુરક્ષિત બુલેટ ટ્રેન છે.  અબેએ કહ્યું કે, વડાપ્રધાન મોદી મારા એક સારા મિત્ર છે. તેઓ દુરદર્શી નેતા છે. મે આ જાતે જ આ પ્રોજેકટમાં રસ લીધો હતો. જાપાનથી 100થી વધુ એન્જિનિયરો ભારત આવી ગયા છે. ભારતનું મજબૂત હોવું જાપાનના હિતમાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પીએમ શિંઝો અબેની સાથે આજે દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું ભૂમિપુજન કરશે. મુંબઈથી અમદાવાદ સુધી ચાલનારી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને 2022 સુધી પૂરો કરવાનો ટાર્ગેટ છે. જો બધુ જ ટાર્ગેટ અનુસાર રહ્યું તો આઝાદીની 75મી વર્ષગાંઠ એટલે કે 15 ઓગસ્ટ 2022 સુધીમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડવા લાગશે.
 
આજે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એથલેટીક્સ ગ્રાઉન્ડ ખાતે સવારના નવ વાગ્યે બૂલેટ ટ્રેન એટલેકે હાઈ સ્પીડ ટ્રેનનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન દ્વારા કરશે. સાથે ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવા યુગનો પ્રારંભ થશે. પરિણામે દેશમાં અન્યત્ર બુલેટ ટ્રેન શરૂ થવાનો માર્ગ પણ મોકળો બનશે. પ્રસંગે કેન્દ્રિય રેલવે મંત્રી પીયુષ ગોયેલ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્યાર બાદ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને અંતે વડાપ્રધાન મોદી ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરશે.
 
ભારત અને જાપનો પરસ્પર સહકાર આ ક્ષેત્રે નવી દિશા ખોલી દેશે. ખાસ કરીને આ પ્રોજેક્ટ અનેક ઐતિહાસિક સોપાનોનુ સર્જન કરનાર છે.નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમીટેડના કહેવા મુજબ આ પ્રોજેક્ટ દ્વારા દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ પ્રોજેક્ટને આટલી સુવિધાપૂર્ણ અને આકર્ષક નાણાં સહાય મળી રહી છે. આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાદિત ખર્ચ રૂપિયા એક લાખ કરોડથી વધુનો થાય છે. આ પ્રોજેક્ટના 80 ટકા નાણાં સહાય જાપાન સરકાર આપી રહી છે.લાખો પ્રવાસીઓ વધુ ઝડપથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રવાસ કરી શકે તે હેતુસર આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે આને જોવામાં આવે છે. આ પ્રોજેક્ટને 2022સુધી અમલી કરવાની યોજના મોદી ધરાવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અદમ્ય ઈચ્છા છે કે 
 
આ બુલેટટ્રેન વર્ષ-2022મા જ જે સમયે ભારત આઝાદીના 75 વર્ષ પુરા કરે એ સમયે દોડતી થઈ જાય. આ પ્રોજેકટની ડેટલાઈન વર્ષ-2023 રાખવામા આવી છે.આ પ્રોજેકટ પાછળ થનારા કુલ ખર્ચ પેટે જાપાન તરફથી રૂપિયા 88,000 કરોડની લોન ભારતને 0.1 ટકાના નહીવત  વ્યાજ સાથે આપવામા આવનાર છે. જે ભારતે 50 વર્ષમા પરત કરવાની રહેશે.
 
   હાલમાં ખુબ જ વ્યસ્ત રહેતા મુંબઈથી અમદાવાદ કે અમદાવાદથી મુંબઈ ટ્રેન માર્ગે પહોંચવામા સાત કલાક જેટલો સમય લાગે છે એના બદલે આ બુલેટ ટ્રેન શરૂ થયા બાદ માત્ર ત્રણ કલાકના સમયગાળામા પહોંચી જવાશે.શરૂઆતના સ્ટેજમા આ બુલેટ ટ્રેનમાં 10 કાર રાખવામા આવશે જેના દ્વારા એક સાથે 750 લોકો અવર જવર કરી શકશે.પાછળથી તેની ક્ષમતામા વધારો કરીને 1200 લોકો બેસી શકે એ પ્રકારેનુ આયોજન કરવામા આવ્યુ છે.પ્રોજેકટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુબ ઉત્સાહિત છે તેમની ઈચ્છા છે કે વર્ષ-2022માં ભારત તેની આઝાદીના ૭૫ વર્ષ પુરા કરવા જઈ રહ્યુ છે એજ વર્ષમાં ઓગસ્ટ માસમા આ બુલેટ ટ્રેન બંને શહેરો વચ્ચે દોડતી થઈ જાય. આ ટ્રેનની ઝડપ પ્રતિ કલાકના 320 થી 350કિલોમીટરની હશે.આ  બુલેટ ટ્રેન મુંબઈના બાંદ્રા-કુર્લા કોંપલેક્ષથી ઉપડી થાણે,વિરાર, વાપી, સુરત,ભરૂચ,વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશન ખાતે પહોંચશે.સૂત્રોના કહેવા મુજબ,હાલ ભાડાના દર નકકી કરવામા આવ્યા નથી આમછતાં પણ રૂપિયા 2700 થી 3,000 સુધીના દર રાખવામા આવી શકે છે.આ સાથે જ ટ્રેન અંગેના જરૂરી તમામ પાર્ટસ ભારતમા મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેકટ હેઠળ તૈયાર કરવામા આવશે જેમા જાપાનના નિષ્ણાતો ટેકનીકલ મદદ કરશે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભૂમિ પુજનની સાથે સાથે આવતીકાલે વડાપ્રધાન મોદી અને શિન્ઝોના કેટલાક અન્ય કાર્યક્રમો પણ છે. જેમાં ભૂમિ પુજન બાદ બન્ને નેતા ગાંધનીગર મહાત્માં મંદિર ખાતે પહોંચનાર છે. મહાત્મા મંદિર ખાતે દાંડી કુટિરની મુલાકાત લેનાર છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીના જીવન ચારિત્ર્યને લગતી ઓડિયો વિજ્યુઅલ આંખીનુ ભવ્ય પ્રદર્શન કરવામાં આવનાર છે. તેને રસપ્રદરીતે નિહાળીને ગાંધીજીના જીવન ચરિત્રને સમજવાના પ્રયાસ કરવામાં આવનાર છે. ત્યારબાદ જાપાનના ડેલિગેશન સાથે પ્રતિનિધીસ્તરની મંત્રણા થનાર છે. બિઝનેસ ઇવેન્ટ સહિતના જુદા જુદા બિઝનેસને લગતા કાર્યક્રમ યોજાશે. જેમાં મોટી સમજુતીઓ બન્ને દેશો વચ્ચે કરવામાં આવી શકે છે. આમાં બન્ને વડાપ્રધાન હાજર રહેશે. ત્યારબાદ સાંજે સાયન્સ સીટીની મુલાકાત લઇને એજ દિવસે મોદી નવી દિલ્હી જવા અને અબે ટોકિયો જવા રવાના થનાર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર