દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

શનિવાર, 18 જાન્યુઆરી 2025 (00:30 IST)
cooking oil for heart
WHO ના અહેવાલ મુજબ, હૃદયરોગ (CVD) વૈશ્વિક સ્તરે મૃત્યુનું મુખ્ય કારણ છે, જે લાખો લોકોને અસર કરે છે. 2021 માં, CVD 20.5 મિલિયન મૃત્યુ માટે જવાબદાર હતું, જે વિશ્વભરમાં થતા કુલ મૃત્યુના લગભગ ત્રીજા ભાગ છે. આ ડેટા પરથી તમે અનુમાન લગાવી શકો છો કે તમારું હૃદય પણ જોખમમાં હોઈ શકે છે. આજકાલ, લગભગ દરેક ઉંમરના લોકોમાં હૃદય રોગના કેસ જોવા મળે છે.
 
તાજેતરમાં અમદાવાદમાં પણ 8 વર્ષની બાળકીનુ હાર્ટ એટેકથી મોતનો કિસ્સો સામે આવ્યો હતો. આવી સ્થિતિમાં, આજથી જ દિલને મજબૂત બનાવવાના પગલાં લેવાનું શરૂ કરવું ફાયદાકારક છે. તમે રસોઈ તેલ બદલીને અહી આપેલા તેલ શરૂ કરી શકો છો. કારણ કે મુખ્ય રૂપે તેલ કોલેસ્ટ્રોલ વધારવા માટે જવાબદાર છે. તેથી, એવું તેલ પસંદ કરવું જરૂરી છે જે હાર્ટના સ્વાસ્થ્ય માટે સ્વસ્થ માનવામાં આવે છે-
 
ઑલિવ ઓઈલ  
NIH રિપોર્ટ મુજબ, ઓલિવ તેલમાં સ્વસ્થ ચરબી હોય છે, જેનું સેવન કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. આ ઉપરાંત, આ તેલમાં એન્ટીઑકિસડન્ટો પણ હોય છે, જે ઓક્સિડેટીવ તણાવને કારણે થતા કેન્સર, ડાયાબિટીસ, પાર્કિન્સન અને અલ્ઝાઇમર રોગોનું જોખમ ઘટાડે છે.
 
સૂરજમુખીનુ તેલ 
સૂરજમુખીના તેલમાં વિટામિન ઇ હોય છે, જે એક એન્ટીઑકિસડન્ટ છે જે હાર્ટ માટે સારું છે. સૂરજમુખીનુ તેલ હાર્ટ રોગના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે.
 
કૈનોલા તેલ 
કેનોલા તેલ હાઈ કોલેસ્ટ્રોલ લેવલ અથવા હાર્ટ રોગથી પીડાતા લોકો માટે  સૌથી આરોગ્યપ્રદ વિકલ્પોમાંથી એક છે. તેમાં રહેલ ફેટ સીરમ બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. આનાથી હૃદય રોગનું જોખમ પણ ઓછું થાય છે.
 
સોયાબીન તેલ
 
 
સોયાબીનમાં એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી તેમજ ઘા મટાડવાના ગુણધર્મો છે. આ ઉપરાંત, તેમાં ફ્લેવોનોઈડ્સ, પોલીસેચ્યુરેટેડ ફેટી એસિડ અને વિટામિન્સ હોય છે, જે હૃદય સંબંધિત સમસ્યાઓને અટકાવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર