દિલ્હીના LG એ કેજરીવાલ સરકારની લીકર નીતિની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તપાસની ભલામણ કરી છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં દિલ્હીના મુખ્ય સચિવ દ્વારા સુપરત કરાયેલા રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી છે. આ રિપોર્ટ પ્રાથમિક દ્રષ્ટિએ ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (GNCTD) એક્ટ, 1991, બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ રૂલ્સ, 1993, દિલ્હી એક્સાઈઝ એક્ટ, 2009 અને દિલ્હી એક્સાઈઝ રૂલ્સ, 2010ના ઉલ્લંઘનને જાહેર કરે છે.
નવી આબકારી નીતિ 2021-22 ગયા વર્ષે 17 નવેમ્બરથી લાગુ કરવામાં આવી હતી, જે હેઠળ 32 વિભાગોમાં વહેંચાયેલા શહેરમાં 849 કોન્ટ્રાક્ટ માટે બિડ કરતી ખાનગી સંસ્થાઓને છૂટક લાઇસન્સ આપવામાં આવ્યા હતા. ઘણી દારૂની દુકાનો ખુલી શકી નથી. આવા અનેક કોન્ટ્રાક્ટ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.