ચીનના વુહાનથી લઈને વિશ્વના લગભગ તમામ દેશોમાં ફેલાયેલો કોરોના વાયરસ ભારતમાં સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 400 ની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના 137 થી વધુ કેસ નોંધાયા છે. બીજી બાજુ મૃત્યુઆંક પણ ચારથી સાત થઈ ગયો છે. રવિવારે મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાતમાંથી મૃત્યુનાં નવા કેસ બહાર આવ્યા છે. મહારાષ્ટ્રમાં મોતનો આંકડો વધીને બે થઈ ગયો છે. અત્યાર સુધીમાં દિલ્હી, કર્ણાટક અને પંજાબમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અન્ય 24 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
- યુ.એસ. માં, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 100 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
-આરોગ્ય મંત્રાલય અનુસાર મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 74 કેસ નોંધાયા છે. ત્યારે કેરલમાં સાત વિદેશી નાગરિકો સાથે જોડાયેલા 52 કેસ છે. દિલ્હીમાં વિદેશી સહિત 30 લોકોને ચેપ લાગ્યો છે જ્યારે યુપીમાં વિદેશી સહિત 27 કેસ નોંધાયા છે.