ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુરુવાર, 27 માર્ચ 2025 (10:46 IST)
Actress Aishwarya Rai Bachchan- 26 માર્ચની સાંજે બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઐશ્વર્યા રાયની કારને અકસ્માત નડ્યો હોવાના સમાચાર હતા.  અભિનેત્રીની કારને મુંબઈમાં બસે પાછળથી ટક્કર મારી હતી, પરંતુ હવે આ મામલે એક અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ઐશ્વર્યા રાય સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેને કોઈ ઈજા નથી.

અભિનેત્રીની નજીકના એક સૂત્રએ પણ આ જ અપડેટ આપ્યું છે, અને એ પણ કહ્યું છે કે ઐશ્વર્યા ઠીક છે અને આવો કોઈ મોટો અકસ્માત થયો નથી. એવું પણ કહેવાય છે કે આ દુર્ઘટના સમયે ઐશ્વર્યા કારમાં હાજર નહોતી, એટલું જ નહીં, તેની કારમાં ડેન્ટ પણ નહોતું, જો કે હજુ સુધી આ સમાચાર પર બચ્ચન પરિવાર કે ઐશ્વર્યા રાય તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

તમને જણાવી દઈએ કે પાપારાઝીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એક્ટ્રેસની કારની પાછળ એક કાર પાર્ક કરેલી જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે ઐશ્વર્યા રાયની કારને બસ પાછળથી ટક્કર મારી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે જેવી બસ પાછળથી કારને ટચ કરે છે, સિક્યોરિટી ટીમ કારમાંથી બહાર આવીને જોવા લાગે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર