રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું- તાળીઓ અને થાળી વગાડવાથી અર્થવ્યવસ્થામાં સુધારો થતો નથી

રવિવાર, 22 માર્ચ 2020 (10:09 IST)
ભારતમાં કોરોના વાઇરસનો કેર વધતો જઈ રહ્યો છે. આ વાઇરસનો માર વિશ્વના અર્થતંત્રને પણ લાગી રહ્યો છે તેવામાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પાસે એક મોટા આર્થિક પૅકેજની માગ કરી છે.
 
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે કોરોના વાઇરસ આપણી અર્થવ્યવસ્થા પર એક મોટો પ્રહાર છે. નાના, મધ્યમ વેપારીઓ અને મજૂરી કરતા લોકો તેનાથી સૌથી વધારે પ્રભાવિત છે.  હાલ તાળીઓ વગાડવાથી કંઈ નહીં થાય. અત્યારે રોકડ મદદ, ટૅક્સ બ્રેક અને દેવામાફી જેવા મોટા આર્થિક પૅકેજની જરૂર છે.
 
મહત્વનું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચ એટલે કે આજે જનતા કરફ્યુની ઘોષણા કરી છે અને સાંજે પાંચ વાગ્યે પોત-પોતાના ઘરોમાં તાળી કે થાળી વગાડીને કોરોના સામે લડવામાં મદદ કરી રહેલા લોકોનું સન્માન કરવાની અપીલ કરી છે. ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ જ અપીલ વિશે જ ટિપ્પણી કરી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર