LIVE: 74મો સ્વતંત્રતા દિવસ - 'આત્મનિર્ભર ભારત' આ એક શબ્દ નહી એક સંકલ્પ - PM Modi
શનિવાર, 15 ઑગસ્ટ 2020 (07:46 IST)
ભારત આજે પોતાનો 74 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક અવસર પર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો . આ અગાઉ વડા પ્રધાન રાજઘાટ ગયા હતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્થળ પર પહોંચીને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
લોકો સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા લાલ કિલ્લા પર પહોંચવા લાગ્યા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ અને સીડીએસ બિપિન રાવત સ્થળ પર પહોંચી ગયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.
'સ્વાતંત્ર્ય દિન' નિમિત્તે હું તમામ મહાન લડવૈયાઓના ચરણોમાં પ્રાર્થના કરું છું જેમણે તેમના બહાદુરી અને બલિદાનથી દેશને આઝાદી આપી છે, અને આઝાદી પછી દેશની એકતા જીતનારા તમામ બહાદુર વીરોને પણ સલામ કરું છું, અખંડિતતા અને સલામતી માટે પોતાનુ સર્વસ્વ અર્પણ કર્યુ.
08:44 AM, 15th Aug
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારત ફક્ત એક જ શબ્દ નથી. સંકલ્પ બની ગયો છે. હું માનું છું કે તેની સામે ઘણી ચેતવણી છે પરંતુ દેશના કરોડો
નાગરિકો તેને પૂર્ણ કરવાનો સંકલ્પ લે તો આ કામ બિલકુલ કઠિન નથી. આઝાદ ભારતની માનસિકતા વોકલ ફોર લોકલ હોવી જોઈએ. આખરે ક્યાં સુધી
આપણી ક્ષમતા, આપણી ક્રિએટિવિટી અને આપણી સ્કિલ્સને આગળ લઈ જવાની પણ છે.
- આત્મનિર્ભર ભારતનો મતલબ માત્ર આયાત ઓછી કરવાનો જ નથી, આપણી ક્ષમતા, આપણી ક્રિએટિવિટી, આપણી સ્કિલ્સને વધારવાની છે: PM મોદી
08:16 AM, 15th Aug
- કોણ વિચારી શકતું હતું કે કયારેય દેશમાં ગરીબોના જનધન ખાતાઓમાં હજારો-લાખો કરોડો રૂપિયા સીધા ટ્રાન્સફર થઇ જશે? કોણ વિચારી શકતું હતું કે ખેડૂતોની ભલાઇ માટે APMC એક્ટમાં આટલા મોટો ફેરફાર આવી જશે : PM મોદી
- માત્ર થોડાંક પહેલાં સુધી N-95 માસ્ક, PPE કિટ, વેન્ટિલેટર આ બધું આપણે વિદેશમાંથી મંગાવતા હતા. આજે આ તમામમાં ભારત માત્ર પોતાની જરૂરિયાતોને જ પૂરી કરતું નથી પરંતુ બીજા દેશોને પણ મદદ માટે આગળ આવ્યું છે : PM મોદી
- આત્મનિર્ભર ભારતનો મતલબ માત્ર આયાત ઓછી કરવાનો જ નથી, આપણી ક્ષમતા, આપણી ક્રિએટિવિટી, આપણી સ્કિલ્સને વધારવાની છે: PM મોદી
08:15 AM, 15th Aug
– ભારત આત્મનનિર્ભર દેશ બનીને રહેશે : PM મોદી
– કોરોના મહામારીની વચ્ચે 130 કરોડ ભારતીયોએ આત્મનિર્ભર ભારત બનવાનો સંકલ્પ લીધો છે. આપણને પૂરો વિશ્વાસ છે કે ભારત આ સપનાને ચરિતાર્થ કરીને રહીશું. મને મારા દેશના સામર્થ્ય પર વિશ્વાસ છે : PM મોદી
– વિસ્તારવાદના વિચારે માત્ર કેટલાંક દેશોને ગુલામ બનાવીને જ છોડ્યા નહીં, વાત ત્યાં જ ખત્મ થઇ નહીં. ભીષણ યુદ્ધો અને ભયાનકતાની વચ્ચે પણ ભારતે આઝાદીની જંગમાં કમી અને નમી આવવા દીધી નહીં : PM મોદી
08:14 AM, 15th Aug
– આવતા વર્ષે આપણે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરીશું. એક ખૂબ જ મોટો પર્વ આપણી સામે છે: પીએમ મોદી
– PM મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતાં કોરોના વોરિયર્સને નમન કર્યા.