સૂરજ પર 4 દિવસમાં 3 મોટા ધમાકા, ISRO ના Aditya-L1 એ કેપ્ચર કરી ભયાનક સૌર લહેરની તસ્વીર

બુધવાર, 15 મે 2024 (18:19 IST)
solar wave
ISRO એ તાજેતરમાં સૌર વિસ્ફોટની ઘટનાઓને કેપ્ચર કરી છે. ઈસરોના મુજબ ભારત અને તેની આસપાસના વિસ્તાર   ઈસરોના જણાવ્યા અનુસાર, ભારત અને તેની આસપાસના વિસ્તારોને આ સૌર વાવાઝોડાની અસર થઈ નથી. ISROના આદિત્ય-L1 ઉપરાંત ચંદ્રયાન-2એ પણ આ વાવાઝોડાને પકડી લીધો છે. આ મોજાઓની મોટાભાગની અસર અમેરિકન અને પેસિફિક મહાસાગરના ઉપરના વિસ્તારોમાં જોવા મળશે.
 
 એવુ કહેવાય રહ્યુ છે કે  11 થી 14 મે વચ્ચે સૂર્યમાં ચાર મોટા વિસ્ફોટ થયા હતા. અગાઉ 10 મેના રોજ સૂર્યમાં એક એક્ટિવ સ્થાન જોવા મળ્યું હતું. તેને AR3664 નામ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાછલી અડધી સદીમાં આવી લહેરો જોવા મળી નથી, જેની અસર મેક્સિકોમાં જોવા મળી શકે છે.
 
મળતી માહિતી મુજબ આ પ્રકારની સૂરજની લહેરોને કારણે સૂરજ ની તરફવાળી ધરતીના ભાગમાં હાઈ ફ્રિકવેંસી રેડિયો સિગ્નલ ખતમ થઈ જાય છે.  હાલ સૂરજ પર જે સ્થાને મોટુ સનસ્પૉટ બન્યુ છે. એ ઘરતીની પહોળાઈથી 17 ગણુ વધુ છે.  સૂરજની તીવ્ર સૌર લહેરોને કારણે ઘરતીના ઉત્તરી ધ્રુવવાળા વિસ્તામાં વાયુમંડળ સુપરચાર્જ થઈ ગયો છે. જેનાથી સંપૂર્ણ ઉત્તરી ગોળાર્ઘ પર અનેક સ્થાન પર નોર્ધન લાઈટ્સ જોવા મળી. સૂરજની તીવ્ર ગરમી અને લહેરોથી કારણે ઘરતીના ઉત્તરી ધ્રુવવાળા વિસ્તારમાં વાયુમંડળ  સુપરચાર્જ થઈ ગયો છે. જેનાથી પૂરી ઉત્તરી ગોળાર્ઘ પર અનેક સ્થાન પર નોર્ધન લાઈટ્સ જોવા મળી. 


જ્યારે સૌર વાવાઝોડામાં હાજર ચાર્જ્ડ કણો પૃથ્વીના વાતાવરણમાં હાજર ઓક્સિજન અને નાઇટ્રોજન કણો સાથે અથડાય છે, ત્યારે તેઓ લાઈટ ફોટોન રિલીઝ થાય છે. લાઈટ ફોટોનનો અર્થ પ્રકાશ છે અને આ પ્રકાશ તરંગલંબાઇનો છે, જે આંખોને દેખાય છે. આ પ્રકાશ નોર્ધન લાઇટ તરીકે દેખાય છે. એ પૃથ્વીના ઉત્તરીય ગોળાર્ધમાં દેખાય છે, તેથી એને નોર્ધન લાઇટ્સ નામ આપવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર