પીએમ મોદી 102મી વખત 'મન કી બાત', 'કચ્છના લોકોએ વાવાઝોડાં સામે હિમ્મત બતાવી

રવિવાર, 18 જૂન 2023 (11:45 IST)
mann Ki baat- મન કી બાત દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે પણ આ વખતે 25 જૂને છેલ્લો રવિવાર છે અને તે દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે હશે. એટલા માટે આ વખતે મન કી બાત એક અઠવાડિયા વહેલા ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે
 
બિપરજોય વાવાઝોડાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બે-ત્રણ દિવસ પહેલા આપણે જોયું કે દેશના પશ્ચિમ ભાગમાં કેટલું મોટું ચક્રવાત ત્રાટક્યું છે.

જોરદાર પવન, ભારે વરસાદ. ચક્રવાત બિપરજોયે કચ્છમાં ભારે તબાહી મચાવી છે, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને સજ્જતા સાથે આવા ખતરનાક ચક્રવાતનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. તેમણે કહ્યું કે, એક સમયે, બે દાયકા પહેલા વિનાશક ભૂકંપ પછી કચ્છ ક્યારેય ફરી પગભર નહીં થઈ શકે તેમ કહેવાયું હતું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર