કારમાં માસ્ક ન પહેરવા પર લગાવ્યો 500 રૂ. નો દંડ તો વ્યક્તિએ માંગ્યુ 10 લાખનુ વળતર

શનિવાર, 19 સપ્ટેમ્બર 2020 (23:08 IST)
કોરોના વાયરસ સંક્રમણને ફેલવાથી રોકવા માટે માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટેસિંગ બનાવી રાખવુ જરૂરી છે. માસ્ક ન પહેરતા લોકો પર દંડ પણ લગાવાય રહ્યો છે. તાજો મામલો દિલ્હીનો છે જ્યા એક વ્યક્તિ માસ્ક વગર કારમાં એકલો યાત્રા કરી રહ્યો હતો. માસ્ક ન પહેરતો જોઈને પોલીસે તેને રોક્યો અને 500 રૂપિયાનો દંડ લગાવ્યો. આ વ્યક્તિએ આ મામલાને લઈને કોર્ટમાં અરજી નોંધાવીને દંડની રકમ પરત માંગી એટલુ જ નહી વળતર પેટે 10 લાખ રૂપિયાની પણ માંગ કરી છે. 
 
શુ છે મામલો 
 
રિપોર્ટ મુજબ, દિલ્હીના સૌરભ શર્મા વ્યવસાયે વકીલ છે.  તે 9 સપ્ટેમ્બરના રોજ પોતાની કારમાં એકલા જઈ રહ્યા હતા.  માસ્ક નહોતો પહેર્યો. આવામાં ગીતા કોલોની પાસે પોલીસે તએને રોક્યો અને 500 રૂપિયાનો દંડ લગાવ્યો. તેમણે કહ્યુ પણ કે કારમાં એકલા મુસાફરી કરતા માસ્ક પહેરવો જરૂરી નથી. પણ પોલીસવાળાએ તેમનુ સાંભળ્યુ નહી અને દંડ પણ વસુલ કર્યો. 
 
પરિણામ સ્વરૂપ સૌરભે આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી નોંધાવી અને દંડની રકમ સાથે સરકારી અધિકારીઓ પાસે સાર્વજનિક રૂપથી માનસિક પ્રતાડિત કરવા બદલ વળતર પેટે દસ લાખ રૂપિયાની માંગ કરી છે. તેમણે અરજીમાં લખ્યુ કાર તેમનુ એક વ્યક્તિગત ક્ષેત્ર છે અને તેથી એકલા યાત્રા કરતી  વખતે માસ્ક પહેરવાની જરૂરિયાતની તુલના સાર્વજનિક સ્થાન પર માસ્ક પહેરવા સાથે નથી કરી શકાતી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર