ઈંડા ખાવા કોણે પસંદ નથી. હવે તો એગ લવર્સ એ ખુદને એગ્ગિટેરિયન ની કેટેગરીમાં મુકી દીધા છે. એટલે કે આ લોકો માંસ નથી ખાતા પણ ઈંડા ખાય છે. ઈંડામાં પોષક તત્વો ભરપૂર છે. ઈંડાના પીળા ભાગમાં 90 ટકા કેલ્શિયમ અને આયરન જોવા મળે છે અને તેના સફેદ ભાગમાં લગભગ અડધુ પ્રોટીન હોય છે. દેખીતુ છે કે ઈંડા પોષક તત્વોનુ સારુ સ્ત્રોત છે. પણ આમ છતા આ સવાલ કાયમ રહે છે કે આ ભયંકર ગરમીમાં તેને ખાવા જોઈએ કે નહી ?
આ ધારણા ખોટી છે કે ગરમીમા ઈંડા ખાવા આરોગ્ય માટે નુકશાનદાયક હોય છે. આહાર વિશેષજ્ઞ મુજબ ગરમીમા ઈંડા ખાવા સંપૂર્ણ રીતે ઠીક છે. પણ તેને સીમિત માત્રામાં ખાવા જોઈએ. તેમા અનેક પ્રકારના ખનીજ અને વિટામિન હોય છે જેને કારણે તમારા શરીરમાં આખો દિવસ ઉર્જાનુ સ્તર બની રહે છે. ઈંડા શરીરમાં ગરમી પેદા કરે છે. જેને કારણે શરીરમાં અપચો અને બેચેની જેવી ફરિયાદ થઈ શકે છે. આ સત્ય છે કે ઈંડા શરીરમાં ગરમીનુ કારણ બની શકે છે. પણ જો તેને સીમિત માત્રામાં ખાવામા6 આવે તો આ સારુ પૌષ્ટિક ભોજન બની શકે છે. તમને સલાહ છે કે તમે રોજ 2 ઈંડા સુધી ખાઈ શકો છો. તેનાથી વધુ નહી. કારણ કે આ તમારા શરીરમાં ગરમી વધારી શકે છે. આંતરડામાં સમસ્યા આવી શકે છે.
ઈંડાના ફાયદા
પોષક તત્વોનો સારો સ્ત્રોત - ઈંડા પોષક તત્વોનો એક સારો સ્ત્રોત છે. જેમા વિટામિન બી2, ઓછી માત્રામાં વસા અને કોલેસ્ટ્રોલ, ઉચી માત્રામાં પ્રોટીન હોય છે. ઈંડાનો સફેદ ભાગમાં સેલેનિયમ, વિટામિન ડી, બી6, બી12 અને જિંક, કોપર અને આયરન જેવા ખનીજ છે. ઈંડાની જર્દીમાં વધુ કૈલોરી અને ફૈટ હોય છે. આ અનેક પોષક તત્વ શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.