ખાલી પેટ ન ખાશો આ વસ્તુઓ, શરીર માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે
શનિવાર, 22 ફેબ્રુઆરી 2020 (02:48 IST)
કેટલીક વસ્તુઓ ખાલી પેટ ખાવાથી નુકસાન થઇ શકે છે. તેને ખાવાથી શરીરમાં એસિડનું લેવલ વધી શકે છે અને એસિડિટી જેવી સમસ્યા થઇ શકે છે. એટલા માટે ખાલી પેટે આ વસ્તુઓ ખાવાથી બચો. કેટલાક ફળો એવા છે કે જે ખાલી પેટ ન ખાવા જોઇએ. ખાલી પેટ કેળા ખાવાથી કેલ્શિયમ અને મેગ્નીશિયમનું સંતુલન બગડી જાય છે. તો આવો જાણીએ કેટલાક એવા ફૂડ જે ખાલી પેટ ન ખાવા જોઈએ
- ખાલી પેટ દૂધ પીવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર અસર થશે, કફ થવાની આશંકા વધી જાય છે તેમાં રહેલા સેચુરેટેડ ફેટ અને પ્રોટીન પેટના મસલ્સને નબળા કરે ..
-ખાલી પેટ શક્કરિયા ખાવાથી ડાયજેશન ખરાબ થઇ શકે છે, છાતીમાં દુઃખાવો થવાની શક્યતા. તેમાં ટેનિન અને પેક્ટીન હોય છે, જે ખાલી પેટ ડાયજેસ્ટ નથી થતા
- ખાલી પેટ ટામેટા ખાવાથી તમને શરીરમાં સ્ટોનની સમસ્યા થઈ શકે છે. તેમાં રહેલો એસિડ પેટમાં અઘુલનશીલ ઝેર ઉત્પન કરી શકે છે.
- ખાલી પેટ ખાંડ ખાવાથી આંખોની બીમારી થઈ શકે છે. ખાલી પેટ ખાંડ અથવા તો ગળી વસ્તુ ખાવથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધે છે.
- ખાલી પેટ ચા પીવાથી પેટમાં અલ્સર થવાની શક્યતા વધી જાય છે. ચા ની અંદર એસિડની માત્રા વધારે હોય છે. તેનાથી શરીરમાં એસિડનુ લેવલ વધી શકે છે.
- ખાલી પેટ અસરઃ છાતીમાં બળતરા થઇ શકે છે, ડાયજેશન ખરાબ થવાની શક્યતા રહે છે તેમાં મેગ્નેશિયમ વધારે હોય છે, ખાલી પેટ ખાવાથી શરીરમાંકેલ્શિયમ અને મેગ્નેશિયમનું બેલેન્સ બગડી જાય છે.
- ખાલી પેટ સોફ્ટ ડ્રિંક પીવાથી ઉલ્ટી થઇ શકે છે, બેચેની વધારે લાગી શકે છે. તેમાં કાર્બોનેટ એસિડની માત્રા વધારે હોય છે. ખાલી પેટ પીવાથી ઉલ્ટી થઇ શકે છે