કર્ણાટકમાં બજરંગદળના કાર્યકર્તાની હત્યા પછી તનાવ, શિવમોગામાં ઉપદ્રવીઓએ ગાડીઓમાં લગાવી આગ, શહેરમાં 2 દિવસ શાળા-કોલેજ બંધ

સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (10:18 IST)
કર્ણાટકના શિવમોગા જિલ્લામાં રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યે બજરંગ દળના કાર્યકરની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. માર્યા ગયેલા યુવકની ઓળખ 26 વર્ષીય હર્ષ તરીકે થઈ છે. આ ઘટના બાદ શિવમોગામાં તણાવ વધી ગયો છે. શહેરના સીગેહટ્ટી વિસ્તારમાં બદમાશોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. શિવમોગામાં વધી રહેલા હંગામાને જોતા બે દિવસ માટે શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે.
 
બીજી બાજુ રાજ્યના ગૃહ મંત્રી અરાગા જ્ઞાનેન્દ્ર માર્યા ગયેલા બજરંગદળના પરિવારને મળવા પહોંચ્યા. તેમણે કહ્યુ, 4-5 યુવકોના સમૂહે એક 26 વર્ષના યુવકની હત્યા કરી છે. આ હત્યા પાછળ કયા સંગઠનનો હાથ છે તે અત્યાર સુધી કહી શકાતુ નથી. હાલ શિવમોગામાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે સાવધાનીના રૂપે શાળા કોલેજ બે દિવસ માટે બંધ કરવામાં આવી રહી છે. 
 
મૃતકે ફેસબુક પર હિજાબ વિરુદ્ધ પોસ્ટ કરી હતી
 
પ્રારંભિક તપાસમાં, પોલીસ તેને હિજાબ વિવાદ સાથે જોડવાનું વિચારી રહી છે, કારણ કે હર્ષાએ તેના ફેસબુક પ્રોફાઇલ પર હિજાબ વિરુદ્ધ અને કેસરી શાલના સમર્થનમાં એક પોસ્ટ લખી હતી. વાસ્તવમાં, કર્ણાટકના ઉડુપીમાં હિજાબ વિવાદ સામે આવ્યો ત્યારથી બજરંગ દળ ખૂબ જ સક્રિય છે. આથી હર્ષની હત્યામાં કાવતરાના એંગલની શંકા વધુ ઘેરી બની છે. જો કે પોલીસ આ અંગે કંઈપણ કહેવાનું ટાળી રહી છે.
 
તણાવને જોતા સુરક્ષા કડક કરવામાં આવી
 
કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદને કારણે વાતાવરણ પહેલેથી જ તંગ છે. આવી સ્થિતિમાં બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે. હાલ પોલીસ એલર્ટ પર છે અને સમગ્ર રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને એલર્ટ કરી દેવામાં આવી છે
 
હિન્દુ સંગઠનોએ હિજાબ વિવાદ કર્યો
 
બજરંગ દળ સહિત ઘણાં હિન્દુ સંગઠનો હિજાબ સાથે સ્કૂલોમાં એન્ટ્રીનો વિરોધ કરી રહ્યા છે. આ પહેલાં કર્ણાટકના કોપામાં સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ભગવો ખેસ પહેરીને હિજાબનો વિરોધ કર્યો હતો. આરોપ હતો કે સ્કૂલે વિદ્યાર્થીઓને ભગવો ખેસ પહેરીને આવવાની પરવાનગી આપી હતી અને મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને ન આવવાનું કહ્યું હતું.
 
આ પછી સ્કૂલે પોતાના આદેશમાં કહ્યું હતું કે 10 જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા અનુસાર પોશાક પહેરી શકે છે. આના વિરોધમાં વિદ્યાર્થીઓએ ભગવો ખેસ પહેરવાની શરૂઆત કરી હતી.
 
કોંગ્રેસનેતાએ વીડિયો જાહેર કરી કહ્યું-કાપી નાખીશું
 
હિજાબ વિવાદમાં કર્ણાટક કોંગ્રેસના એક નેતાનો વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેણે હિજાબનો વિરોધ કરનારને ધમકી આપી હતી અને કહ્યું હતું કે હિજાબનો વિરોધ કરનારના કાપીને ટૂકડા કરી દઈશું. પોલીસે કોંગ્રેસનેતા સામે કેસ નોંધ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર