અમદાવાદ નજીકના સાણંદમાં બીજેપી મહિલા મોરચાના પ્રદેશમંત્રી અને પ્રમુખના વિરૂધ્ધમાં એક શખ્સે ફેસબુક પર વિડીયો વાયરલ કર્યો છે અને એકાદ માસ બાદ આ બંને નેતાઓને જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. રક્ષાબહેન પરમાર સાણંદમાં રહીને વકીલાત છે અને જે સાણંદ નગરપાલિકાના પ્રમુખ અને બીજેપી મહિલા મોરચાના પ્રદેશ મંત્રી છે. તેઓ નગરપાલિકાની ઓફિસે જતા હતા ત્યારે રસ્તામાં સહદેવસિંહ ગોહિલ નામનો વ્યક્તિ મળ્યો હતો.
સહદેવસિંહે રક્ષાબહેનને કહ્યું કે કેમ તેઓ કુપરવાસની મહિલાઓને સરખા આપતા જવાબ નથી. તેમ કહી બિભત્સ ગાળો બોલી હતી. રક્ષાબહેને કહ્યું કે તેમણે કોઇને આડા જવાબ આપ્યા નથી. હાલ નગરપાલિકાનું કામ ચાલુ જ છે. બાદમાં તને કોણે પ્રમુખ બનાવી, તારે તો ઘરે કચરા પોતુ કરવાનું હોય તેવા શબ્દોનો ઉપયોગ કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. બાદમાં સહદેવસિંહે વયમનસ્ય ફેલાય તેવા શબ્દોના ઉચ્ચારણ સાથે ફેસબુકમાં લાઇવ વિડીયો કર્યા હતા. આ બાબતની જાણ રક્ષાબહેનને થતાં જ તેમણે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આટલું જ નહિ આ શખ્સે તો સાણંદ નગરપાલિકાના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ અને સાણંદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ ભાઇ વ્યાસને પણ મુક્યા ન હતા. આરોપી સહદેવસિંહે ફેસબુક પર વિડીયો પોસ્ટ કરી કમલેશને તો દોરડે બાંધી માર મારીશ તેવા ત્રણેક માસથી વિડીયો પોસ્ટ કર્યા હતા. જે બાબતે તેમણે પણ સાણંદમાં ફરિયાદ નોંધાવી જો કે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ કરી તો આ શખ્સ અન્ય કોઇ નહિ પણ કોંગ્રેસ પક્ષ સાથે કોઇ હોદ્દા પર હોવાનું સામે આવ્યું છે. જે બાબત પોલીસને પણ જણાવવામાં આવી છે.
હાલ તો આ કેસમાં પોલીસે ફેસબુકની લીંક મેળવી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. પણ જે રીતે રાજ્યભરમાં ભાજપ કોંગ્રેસ આમને સામને આવી રહ્યું છે, અને એનએસયુઆઇ એબીવીપીની બબાલ પણ સામે આવી હતી તે રીતે તાલુકા લેવલે પણ આ બાબતો ચરમસીમાએ પહોંચી છે.