આખરે નશરૂખાનથી કંટાળેલી મહિલાએ તેના પતિ સમક્ષ સમગ્ર કહાની રજૂ કરી દીધી હતી. પતિ પણ તેની પત્નીની પડખે ઉભો રહ્યો અને તેને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. સરખેજ પોલીસ ઇન્સ્પેકટર સંજય દેસાઇની ટીમે નશરૂખાને ઝ઼ડપી લીધો હતો.પરિણીત મહિલાઓ માટે લાલબત્તી સમામ કિસ્સાની જાણવા મળતી વિગતો એવી છે કે, જૂહાપુરામા પતિ અને 11 વર્ષના પુત્ર સાથે રહેતી નિશા (નામ બદલ્યું છે)ના ફેસબુક પર એક યુવક નશરૂખાનની રીક્વેસ્ટ આવી હતી. નિશાએ એક્સેપ્ટ કરતાં નશરૂખાન અને નિશા ફેસબુક ફ્રેન્ડ બની ગયા હતા. થોડા દિવસોના ચેટીંગ બાદ બન્નેએ એક બીજાના મોબાઇલ નંબર લઇ વાતચીત કરવાની શરૂઆત કરી હતી.મિત્રતા પ્રેમમાં પરિણમી અને નિશા નશરૂખાન સાથે વારંવાર બહાર ફરવા પણ જતી હતી. નશરૂખાન નિશાને અજમેર અને ઉંઝા -ઉનાવા ખાતેના મીરા દાતાર ખાતે લઇ જતો હતો અને ત્યાં હોટલમાં તે નિશા સાથે સંબંધ પણ બાંધતો હતો. જોકે ધીરે ધીરે નશરૂખાને નિશા પર હક જમાવી તેને ધમકાવતો હતો. જેથી નિશાએ તેની સાથે સંબંધો કાપી નાંખ્યા હતા અને મોબાઇલ નંબર બદલી દીધો હતો.નશરૂએ મિત્રોની મદદથી ફરી એક વખત નિશાનો નંબર મેળવી તેની સાથે ફરીથી સંબંધ કેળવ્યા હતા. તે પટવાશેરી રંગરેઝની પોળમાં આવેલા એક મકાનમાં નિશાને બોલાવી તેની સાથે બળજબરી પુર્વક સંબંધ બાંધતો હતો. હવે તેણે નિશાને બ્લેકમેઇલ કરવાની શરૂઆત કરી હતી. તે નિશાના પતિને સંબંધોની જાણ કરવાની ધમકી આપી નિશાનું શોષણ કરતો હતો. આટલું જ નહિ તેણે નિશા પાસેથી હરવા ફરવાનો જેટલો ખર્ચ થયો હતો. તે પણ માંગ્યો હતો અને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા.હવે તે નિશા કોઇની પણ સાથે વાત કરે તો તેને ઘમકાવતો હતો. આખરે નિશાએ નશરૂખાન પઠાણની ધમકીથી કંટાળીને નશરૂખાન પોતાના પતિને જાણ કરે તે પહેલા તેણે જ પતિ સમક્ષ પોતાની વાત રજૂ કરી ભુલનો સ્વિકાર કરી લીધો હતો. નિશાના પતિએ નિશાનો સાથ આપવાનો નિર્ણય લીધો હતો અને તે જાતે જ નિશાને લઇને સરખેજ પોલીસ મથક પહોંચી ગયો હતો. જયાં તેણે નિશાની ફરિયાદ નોંધાવી હતી. સરખેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ નશરૂખાને ઝડપી લીધો હતો.