Guru Pushya Nakshatra 2024 - પુષ્ય નક્ષત્રનો સમય અત્યાધિક શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પુષ્ય નક્ષત્રને રાજા નક્ષત્ર કહેવામાં આવે છે અને આ દિવસે ખરીદવામાં આવેલી વસ્તુઓ ઘરમાં સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે. આ વિશેષ નક્ષત્રમાં કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવી ખૂબ લાભકારી માનવામાં આવે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે જે પુષ્ય નક્ષત્ર દરમિયાન ખરીદવામાં આવે તો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનુ આગમન થાય છે. પુષ્ય નક્ષત્ર 27 નક્ષત્રોમાંથી એક સૌથી શુભ નક્ષત્ર છે. જેનુ મહત્વ જ્યોતિષ અને હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં ખૂબ વધુ છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલ શુભ કાર્ય જેવી કે ખરીદી, નવા કાર્યની શરૂઆત કે રોકાણ લાભકારી માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર પર કરવામાં આવેલ કોઈપણ કાર્ય ભગવાનની કૃપાથી સફળ થાય છે.
તો આવો જાણીએ કંઈ વસ્તુઓ ખરીદવી
1. સોનુ અને ચાંદી ખરીદો
પુષ્ય નક્ષત્ર દરમિયાન સોનુ અને ચાંદી ખરીદવુ અત્યાધિક શુભ માનવામાં આવે છે. આ ધાતુઓ ફક્ત ઘરેણાના રૂપમાં જ પહેરવામાં નથી આવતી પણ ધન અને સમૃદ્ધિના પ્રતિક માનાવામાં આવે છે. આ દિવસે સોના કે ચાંદીના ઘરેણા ખરીદવાથી ઘરમાં ઘનનુ આગમન થાય છે.
4. પૂજન સામગ્રી અને ધાર્મિક વસ્તુઓ
ધાર્મિક વસ્તુઓ જેવી કે મૂર્તિઓ, પૂજાના વાસણ, શંખ, ઘંટીઓ વગેરે પુષ્ય નક્ષત્રમાં ખરીદવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ ધાર્મિક સમૃદ્ધિની સાથે સાથે માનસિંક શાંતિ પણ પ્રદાન કરે છે.