અમૂલે ભારતીય બજારમાં લોન્ચ કર્યું પ્રથમ ફ્રૂટી સેલ્ટઝર

મંગળવાર, 20 ઑક્ટોબર 2020 (11:24 IST)
દુનિયામાં સેલ્ટઝર વિવિધ જ્યુસ અને રસપ્રદ ફલેવરનો સમન્વય કરીને બનાવવામાં આવે છે. પશ્ચિમનાં બજારોમાં તે સૌથી વધુ ઝડપથી વૃધ્ધિ પામતી કેટેગરી ગણાય છે.  ઈતિહાસ તપાસીએ તો જર્મનીના નાઈડરસેલ્ટર ટાઉનમાં  વર્ષ1787થી  કુદરતી રીતે કાર્બોનેટેડ પાણી તરીકે બોટલમાં ભરીને  નિકાસ કર્યું હતું. અમેરિકામાં તેને સેલ્ટઝર કહેવામાં આવે છે. એક સદી પહેલાં 19મી સદીમાં લોકોએ તાજગી માટે અથવા તો રોગોની સારવારમાં ટોનિક તરીકે સેલ્ટઝરમાં દૂધ ઉમેરવાનુ શરૂ કર્યુ હતું. 
 
નવી પેઢીની પસંદગી માટે અમૂલે ફ્રૂટ જ્યુસ અને મિલ્ક સોલીડઝ ઉમેરી કાર્બોનેટેડ પીણુ બનાવેલ છે. આ પીણુ  ભારતીય ગ્રાહકોને આવતીકાલનો સ્વાદ આજે માણવાની તક પૂરી પાડશે. ભારતીય પીણાંના બજારમાં કાર્બોનેટેડ સોફટ ડ્રીંક , દૂધ આધારિત પીણાં , જ્યુસ અને નેકટર, રેડી ટુ ડ્રીંક કોફી વગેરે જેવાં અનેક પીણાં ઉપલબ્ધ છે. 
અમૂલ બ્રાન્ડ ફ્લેવર્ડ મિલ્ક ક્ષેત્રનાં પીણાંમાં માર્કેટ લીડર છે તેમના દ્વારા વિવિધ પ્રકારના ફલેવર્ડમિલ્ક, કોલ્ડ કોફી, મિલ્ક શેક્સ, સ્મુધીઝ, અને કઢાઈ દૂધ, ગોળ દૂધ, હની દૂધ, ઉપરાંત રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરતાં હલ્દી દૂધ, તુલસી દૂધ, જીંજર (આદુ) દૂધ, અશ્વગંધા દૂધ અને ડેરી આધારિત મોકટેઈલ્સ તેમજ છાશ અને લસ્સી જેવાં પરંપરાગત પીણાંનો અસરકારક પોર્ટફોલિયો ધરાવે છે. 
 
અમારા પીણાંના પોર્ટફોલિયોને મજબૂત બનાવવા માટે અમૂલે દૂધ અને અસલી ફ્રૂટ જ્યુસનુ મિશ્રણ ધરાવતાં પીણાં ફેબ્રુઆરી 2019માં ‘ટ્રુ’ બ્રાન્ડ હેઠળ રજૂ કર્યાં હતા. આ પ્રોડકટ  મેંગો, ઓરેન્જ, લીચી અને એપલ એમ 4 ફલેવરમાં ઉપલબ્ધ છે અને તેને બજારમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને રજૂઆતના પ્રથમ ત્રિમાસિક ગાળામાં  10 ટકા બજાર હિસ્સો કબજે કર્યો છે.
 
કાર્બોનેટેડ પીણાંની કેટેગરી ખૂબ મોટી છે, પરંતુ તેમાં ખાસ કોઈ ઈનોવેશન કરાયુ નથી. ગ્રાહકો હવે કાર્બોનેટેડ પીણાં જેમાં માત્ર પાણી અને ખાંડ હોય છે તેવા પીણાંથી દૂર જઈ રહ્યા છે. 
 
અમૂલે આ કેટેગરીમાં ઘણુ સંશોધન કર્યુ છે અને 300થી વધુ વર્ષ પહેલાં  શરૂ થયેલા  પણ ભારતમાં ઉપયોગ નહી થયેલા પીણા સેલ્ટઝરની રજૂઆત કરી છે. આધુનિક દવાઓની શોધ થઈ તે પહેલાં દુનિયાભરમાં ઝરણાંની સપાટી ઉપર  પરપોટા સાથે પ્રાપ્ત થતા કુદરતી રીતે કાર્બોનેટેડ પાણીને પીણાં તરીકે ઉપયોગમાં લેવાતુ હતુ.  
 
સેલ્ટઝર દૂધ અને ડેરી સાથે જૂનો નાતો ધરાવે છે. આથી અમૂલે એક તંદુરસ્ત અને અને સ્વાદિષ્ટ પીણા તરીકે સેલ્ટઝરની રજૂઆત કરી છે. અમૂલ ટ્રુ સેલ્ટઝર એ ડેરી, ફ્રૂટસ અને ફીઝનો સમન્વય ધરાવે છે.  અને આથી જ તે ભારતના બજારમાં માત્ર ખાંડ અને પાણી ધરાવતાં જે પીણાં વેચાઈ રહ્યાં છે તે સામે સેલ્ટઝર એક વિશિષ્ઠ પીણુ બની રહેશે. આ પીણુ દરેક વય જૂથના લોકો માટે વપરાશ યોગ્ય છે. 
 
ભારતનુ પ્રથમ સેલ્ટઝર, અમૂલ ટ્રુ સેલ્ટઝર હાલમાં લેમન અને ઓરેન્જ એમ બે ફ્લેવરમાં ઉપલબ્ધ છે.  તેની 200 એમએલની પેટ બોટલ રૂ. 15ની આકર્ષક કીંમતે  ઉપલબ્ધ કરાઈ છે. 
 
ઓરેન્જ સેલ્ટઝરમાં 10 ટકા ઓરેન્જ જ્યુસ છે. તેમાં કોઈ કૃત્રિમ રંગ અથવા ફલેવર ઉમેરવામાં આવી નથી.અને માત્ર 10 ટકા ખાંડ ઉમેરવામાં આવી છે.આની તુલનામાં ઓરેન્જનાં પીણાં રજૂ કરતા સ્પર્ધકો 13 ટકા ખાંડ ઉમેરે છે અને  સિન્થેટીક ફૂડ કલરનો ઉપયોગ કરે છે. સમાન પ્રકારે લેમન સેલ્ટઝર 5 ટકા અસલી લાઈમ જ્યુસ ધરાવે છે.તેમાં કોઈ કૃત્રિમ કલર અથવા ફલેવરનો ઉપયોગ નથી કરતો તથા માત્ર 9 ટકા ખાંડનો ઉમેરો કરવામાં આવે છે. આની તુલનામાં અગ્રણી લેમન સ્પર્ધકો 12 ટકા ખાંડનો ઉમેરો કરે છે. 
 
અસલી ફ્રૂટ જ્યુસ એ એક મોટુ હકારાત્મક પરિબળ છે. અમૂલ ટ્રુ  ઓરેન્જ અને લેમન સેલ્ટઝર મિલ્ક સોલીડની સારપ ધરાવે છે, જે ભારતમાં મળતા કોઈ પણ પીણામાં ઉપલબ્ધ નથી. ભારતની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ અમૂલનુ  આ નોંધપાત્ર ઈનોવેશન છે. 
 
અમૂલે તેની આ નવી બ્રાન્ડના પ્રચાર માટે ખૂબ જ આકર્ષક  ઝુંબેશ  હાથ ધરીને વેચાણના સ્થળ ઉપર પ્રચારની વ્યુહરચના અપનાવી છે. તેની  આ પ્રોડકટના વિજ્ઞાપન ઝુંબેશમાં “ડેરી, ફ્રૂટી, ફીઝી”સૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટીવી અને સોશિયલ મિડીયામાં પણ તેનો પ્રચાર હાથ ધરાયો છે. .  સમગ્ર રાજ્યમાં  રજૂઆતના એક સપ્તાહ પહેલાં  હોર્ડીંગ મારફતે “ઈઝ ઈટ એ કોલા?”, “ઈઝ ઈટ એ શેક?” ઈઝ ઈટ એજ્યુસ?” જેવા સવાલોથી શરૂ કરાયેલી પ્રચાર (ટીઝર) ઝુંબેશે ખૂબ જ કુતૂહલ પેદા કર્યુ છે અને તે વાયરલ થઈ રહી છે. આ સંદર્ભમાં એક માહિતીપ્રદ વેબસાઈટ www.amulseltzer.com પણ શરૂ કરવામાં આવી છે. 
 
ગુજરાતના બજારમાં આ સપ્તાહે બે ફલેવર રજૂ કર્યા પછી, અમૂલ તેનાં કોલા, જીરા, એપલ જેવાં ઘણાં વેરીયન્ટ રજૂ કરશે. આ તમામ પીણાં અસલી ફળમાંથી બનાવવામાં આવશે. તે પેટ બોટલમાં ઉપલબ્ધ કરાશે. આ તમામ પ્રોડકટસ સ્માર્ટ કેન પેકિંગમાં પણ ઉપલબ્ધ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર