દેશમાં કોરોના વાયરસના રોગને કારણે ભારતની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ અમૂલે તેની અમૂલ ડેરી અને અમૂલ ચોકલેટ પ્લાન્ટની જાહેર મુલાકાત ઉપર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. અમૂલ તેના પ્લાન્ટમાં ગુણવત્તાનાં ઉચ્ચ ધોરણો જાળવીને ડેરી પ્લાન્ટ અને ચોકલેટ પ્લાન્ટમાં દૂધ અને વિવિધ દૂધ ઉત્પાદનોના થઈ રહેલા ઉત્પાદન અંગે લોકોને જાણકારી પ્રાપ્ત થાય તે હેતુથી જાહેર મુલાકાત માટે હંમેશાં પ્રોત્સાહન આપતી રહે છે. ગુજરાતમાં આણંદ ખાતે અમૂલના ડેરી પ્લાન્ટ અને ચોકલેટ પ્લાન્ટમાં દરરોજ આશરે 3,000 લોકો મુલાકાત લેતાં હોય છે.