આંધ્રપ્રદેશમાં વરસાદ બાદ પૂર આવતાં મકાનો ધરાશાયી, ડૅમો તૂટ્યા

રવિવાર, 21 નવેમ્બર 2021 (10:20 IST)
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ્રેશન શુક્રવારે સવારે 4 વાગ્યાની આસપાસ ચેન્નાઈ અને પુડ્ડુચેરી વચ્ચેના દરિયાકાંઠાને પાર કરતા દક્ષિણ આંધ્રપ્રદેશ અને રાયલસીમાના વિસ્તારમાં ભારે વરસાડ પડી રહ્યો છે.
 
આંધ્રપ્રદેશના રાયલસીમાના કડપા, અનંતપુર, ચિત્તૂર અને નેલ્લોર જિલ્લામાં બે દિવસ દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો છે.
 
ભારે વરસાદના કારણે સ્વર્ણમુખી, ચિત્રાવતી, પેન્ના સહિત અનેક નદીઓ છલકાઈ રહી છે.
 
પૂર પ્રભાવિત વિસ્તારોમાં કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર