ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે મોડી રાતે 12:10 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. આ પહેલા પણ ઓગસ્ટમાં નવસારીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 2.9 હોવાનું જાણવા મળ્યું હતુ. ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં સોમવારે મોડી રાતે 12:10 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. કંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 29 કિલોમીટર દૂર નોંધાયું હતુ.15 દિવસમાં ભૂકંપનો આ બીજો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.