મહારાષ્ટ્રમાં રાયગઢમાં મળી શંકાસ્પદ નાવ, 3 AK-47 સાથે ઘણા કારતૂસ જબ્ત, હાઈ અલર્ટ

ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (15:11 IST)
મહારાષ્ટ્રમાં રાયગઢ જીલ્લાના શ્રીવર્ધન તાલુકાના હરિહરેશ્વરમાં દરિયાથી શંકાસ્પદ નાવ પકડાઈ. આ નાવમાં AK-47 સાથે ઘણા કારતૂસ અને હથિયાર મળ્યા છે. નાવ પકડ્યા પછી રાયગઢ જીલ્લા પોલીસએ જીલ્લા ભરમા હાઈ અલર્ટ રજૂ કરી નાખ્યો છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે. એટીએસ ચીફ વિનીત અગ્રવાઅની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.બોટથી જે રાઈફલ અને કારતૂસ મળ્યા છે તે ઓરિજનલ છે કે નકલી તેની તપાસ કરાઈ રહી છે. 
 
પ્રારંભિક તપાસમાં આ બોટ ઓમાન સિક્યોરિટી ફોર્સની જણાવી રહી છે. આ મામલો મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉપાડ્યો છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર