Turkey: તુર્કીમાં અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 32ના મોત, 51 ઘાયલ

રવિવાર, 21 ઑગસ્ટ 2022 (12:50 IST)
Turkey Road Accident News: તુર્કીમાંથી દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 32 લોકોના મોત થયા છે જ્યારે 51 લોકો ઘાયલ થયા છે. વાહનોની ટક્કરથી આ અકસ્માત થયો છે. પ્રથમ અકસ્માત ગાઝિયાંટેપ (Gaziantep) શનિવારે સવારે શહેર નજીક એક બસદુર્ઘટનાગ્રસ્ત થઈ 16 લોકોના મોત થયા હતા અને 21 લોકો ઘાયલ થયા હતા.
 
ટ્રકે ભીડને  ટક્કર મારી
બીજો અકસ્માત થોડા કલાકો પછી 250 કિમી (150 માઇલ) દૂર માર્દિનમાં થયો હતો, જ્યાં લોકોના ટોળાને ટ્રકે ટક્કર મારી હતી, જેમાં 16 લોકો માર્યા ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રકે કથિત રીતે ઈમરજન્સી કર્મચારીઓને ટક્કર મારી હતી.  એવું કહેવાઇ રહ્યું છે કે ટ્રકની બ્રેક ફેલ થવાના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર