પાકિસ્તાનના પંજાબમાં મોટો માર્ગ અકસ્માત; શેરડી ભરેલી ટ્રકે બસને ટક્કર મારી, 13ના મોત

રવિવાર, 14 ઑગસ્ટ 2022 (14:25 IST)
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બસ અને ટ્રકની અથડામણમાં 13ના મોત થયા છે. બચાવ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર રહીમ યાર ખાન જિલ્લામાં વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા શેરડી વહન કરતી ટ્રક સાથે બસ અથડાઈ હતી. બસમાં કુલ 18 મુસાફરો સવાર હતા.
 
"અકસ્માત પછી, સ્થાનિક લોકો સાથે બચાવ ટીમ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં 13 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા, જ્યારે બાકીના પાંચ ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે," અધિકારીઓએ જણાવ્યું હતું. મૃતકોમાં મહિલાઓ પણ સામેલ છે.
 
શેરડીના ઢગલા નીચે બસ દટાઈ
અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં અકસ્માત થયો હતો. તે રસ્તા પર વરસાદનું પાણી જમા થઈ ગયું હતું. અકસ્માત બાદ, બસ શેરડીના ઢગલા નીચે દટાઈ ગઈ હતી અને બચાવ ટીમને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં ઘણો સમય લાગ્યો હતો, એમ નિવેદનમાં જણાવાયું છે. ટ્રક ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો જેની શોધખોળ ચાલુ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર