ઉત્તર પ્રદેશના શામલી જીલ્લાની કૈરાન સહિત દેશભરની ચાર લોકસભા સીટ અને બિઝનૌર નૂરપુર સહિત દસ વિધાનસભા સીટ પર થયેલ પેટાચૂંટનીની મતગણતરી આજે સવારે 8 વાગે શરૂ થઈ ગઈ. થોડીવારમાં પરિણામ પણ આવવા માંડશે. જે સીટો પર મતગણતરી શરૂ થઈ છે તેમા લોકસભાની કૈરાના, નાગાલેંડ, મહારાષ્ટ્રની પાલઘર અને ભંડારા-ગોંદિયા સીટો સામેલ છે. આ ઉપરાંત નૂરપુર, બિહારની જોકીહાટ, પંજાબની શાહકોટ, પશ્ચિમ બંગાળની મહેશ્તલા, કેરલની ચેંગન્નૂર, ઝારખંડની ગોમિયા અને સિલ્લી, મહારાષ્ટ્રની પલુસ કાદેગાંવ, મેઘાલયની અંપતિ અને ઉત્તરાખંડની થરાલી વિધાનસભા સીટનો પણ સમાવેશ છે.
- ઝારખંડના સિલ્લીથી આજસૂ, મહેશતાલાથી ટીએમસી, ચેંગનૂરથી સીપીઆઈએમ આગળ
- બિહારના જોકીહાટથી આરજેડી આગળ
- કેરલના ચેંગન્નૂરથી સીપીઆઈએમ 3106 વોટોથી આગળ
- ભાજપાના ગવિટ પાલઘરથી 6000 વોટોથી આગળ
- ઉત્તરાખંડ - થરાલી વિધાનસભા સીટ પરથી ભાજપાના ઉમેદવાર 339 વોટથી આગળ