CBSE - આજે 4 વાગ્યે આવશે 10માંનુ પરિણામ, 16 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

મંગળવાર, 29 મે 2018 (12:35 IST)
સેંટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશ (CBSE) મંગળવારે 4 વાગ્યે 10મા ધોરણનું પરિણામ જાહેર કરશે.  આ વાતની માહિતી માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવ અનિલ સ્વરૂપે ટ્વીટ કરી છે. સ્ટુડેંટ્સ પોતાનુ રિઝલ્ટ બોર્ડની ઑફિશિયલ વેબસાઈટ પર જઈને ચેક કરી શકે છે.  ઉલ્લેખનીય છે કે 12માનુ પરિણામ 26 મે ના રોજ જાહેર થઈ ચુક્યુ છે. 
 
આ રીતે ચેક કરો પરિણામ 
 
- સૌ પહેલા બોર્ડની ઑફિશિયલ વેબસાઈટ cbse.nic.in અથવા cbseresults.nic.in પર જાવ 
- અહી 10માં ધોરણનું પરિણામની લિંક પર ક્લિક કરો. 
- ત્યારબાદ એડમિટ કાર્ડ પર આપેલ રોલ નંબર, સ્કુલ નંબર અને સેંટર નંબર નાખીને સબમિટ કરો 
- સબમિત કરતા જ રિઝલ્ટ ઓપન થઈ જશે. સ્ટુડેંટ્સ ફ્યુચર રેફરેંસ માટે પ્રિંટ આઉટ પણ લઈ શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર