ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ જાહેર કરાયેલા ચૂંટણી પ્રચાર વચ્ચે બનાસકાંત દંતના ભાજપના ઉમેદવારનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે. તેમણે પ્રચારદરમિયાન ખુલ્લેઆમ કહ્યું હતું કે જીત પછી ખૂણામાં નહી, પણ ખુલ્લેઆમ ટોપલામાં દારૂનું વેચાણ કરીશું,. તમે યાદ રાખો. જેને લઇને તેમના વિરૂદ્ધ દાંતા ચૂંટણી અધિકારી હર્ષાબેન રાવલે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે.
દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુ પારઘીનો વિવાદિત નિવેદન સામે આવ્યું હતો. જેમાં તેઓ કહી રહ્યા છે કે, 'કેટલાક લોકો અંગ્રેજી દારૂ ખુલ્લામાં વેચે છે અને અમારી કેટલીક બહેનો સંતાડીને દેશી દારૂ વેચે છે. ચિંતા ના કરો, હું જીતી જઈશ તો ટોપલામાં દારૂ વેચાવડાવીશ.' આ વીડિયો સામે આવતા હડકંપ મચ્યો હતો. જેમની સામે ચૂંટણી અધિકારીએ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. આવતીકાલે 1 ડિસેમ્બરે 89 બેઠક માટે મતદાન થશે. મતદારોનો રીઝવવા રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને AAP ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠક કરશે. આવતીકાલે 1 ડિસેમ્બરે 89 બેઠકો માટે મતદાન યોજાશે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મતદાન થશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતદાન કરશે.