વસીમ અકરમ પાસે જૂતા સાફ કરાવતો હતો આ ખેલાડી, પાકિસ્તાની દિગ્ગજનાં પુસ્તકમાં થયો મોટો ખુલાસો

સોમવાર, 28 નવેમ્બર 2022 (22:54 IST)
Wasim Akram Revelation:પાકિસ્તાનના દિગ્ગજ ઝડપી બોલર વસીમ અકરમના એક ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 900થી વધુ વિકેટ લેનાર સ્વિંગના સુલતાન કહેવાતા અકરમે પોતાના પૂર્વ પાકિસ્તાની કેપ્ટન વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
 
અકરમે તેના ભૂતપૂર્વ સાથી અને કેપ્ટન સલીમ મલિક પર પોતાના કરિયરની શરૂઆતમાં એક નોકર જેવો વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. અકરમે આ સમગ્ર મામલાને પોતાની આત્મકથા 'સુલતાનઃ અ મેમોયર'માં ઉલ્લેખ કર્યો છે. 1984માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર અકરમે કહ્યું કે, ટીમના એક વરિષ્ઠ ખેલાડી મલિકે તેની પાસેથી મસાજ કરાવ્યો અને તેની પાસેથી પોતાના કપડાં અને જૂતા સાફ કરાવ્યા.
 
પૂર્વ સાથી પર લગાવ્યા ગંભીર આરોપો
આત્મકથાના એક અંશ મુજબ, “તે મારા જુનિયર હોવાનો ફાયદો ઉઠાવતો હતો. તે નકારાત્મક, સ્વાર્થી હતો અને મારી સાથે નોકર જેવો વ્યવહાર કરતો હતો. તેણે માંગ કરી કે હું તેની મસાજ કરું, મને તેના કપડાં અને પગરખાં સાફ કરવાનો આદેશ આપ્યો. મેં ગુસ્સામાં હતો જ્યારે ટીમના કેટલાક યુવા સભ્યો જેમ કે રમીઝ, તાહિર, મોહસીન, શોએબ મોહમ્મદે મને નાઈટ ક્લબમાં બોલાવ્યા
 
બન્ને વચ્ચે રીલેશન સારા નહોતા 
 
અકરમ 1992 થી 1995 સુધી મલિકની કપ્તાની હેઠળ રમ્યો હતો અને એવા સમાચાર હતા કે બંને ખેલાડીઓની વચ્ચે સબંધો સારા નહોતા.   જો કે મલિકે આરોપોને નકારી કાઢતા કહ્યું કે અકરમે આ બધું પોતાના પુસ્તકને પ્રમોટ કરવા માટે લખ્યું છે.
 
પાકિસ્તાની મિડીયાને મલીકનાં હવાલાઠી કહ્યું “હું તેમને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહીં. હું તેને પૂછીશ કે તેણે જે લખ્યું છે તેનું કારણ શું હતું. જો હું સંકુચિત મનનો હોત તો મેં તેને બોલિંગ કરવાની તક ન આપી હોત. હું તેને પૂછીશ કે તેણે મારા વિશે આવી વાતો કેમ લખી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર