હજુ પણ આતંકવાદની સાથે પાક, બોલ્યા - પુલવામાં હુમલા માટે જૈશ જવાબદાર નથી

શનિવાર, 2 માર્ચ 2019 (12:53 IST)
. ભારતીય પાયલટ અભિનંદનને ભારત પરત મોકલવાની સાથે જ પાકિસ્તાને પોતાની દગાબાજી ફરીથી બતાવી દીધી.  પાક એ પુલવામાં હુમલામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના રોલને નકારી દીધુ છે.    પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ વિદેશ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે પુલવમાં હુમલા માટે જૈશ જવાબદાર નથી. શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યુ કે જો જૈશ દ્વારા આ હુમલાની જવાબદારી લેવાની વાત કહેવામાં આવી રહી છે તેમા કન્ફ્યુજન છે. 
 
તેણે કહ્યુ કે જૈશએ ક્યારેય આ હુમલાની જવાબદારી લીધી નથી. કુરૈશીએ કહ્યુ, નહી તેણે આ હુમલાની જવાબદારી નથી લીધી. તેમા એક ભ્રમની સ્થિતિ છે. ભ્રમ એ છેકે જૈશના નેતૃત્વએ આ મામલામાં આવુ નથી કહ્યુ.  શાહ મહેમૂદ કુરૈશી સાથે જ્યારે એક ઈંટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યુ કે હુમલા બાદ જૈશ એ પોતે જ કહ્યુ હતુકે તે આ માટે જવાબદર છે. વિદેશી મીડિયા સાથે ઈંટરવ્યુ દરમિયાન કુરૈશી સંપૂર્ણ રીતે જૈશને બચાવવાની કોશિશ કરી. ઉલ્લેખનીય છે કે પુલવામાં હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. આ હુમલાના તરત જ પછી જૈશએ એક વીડિયો રજુ કરી આ હુમલાની જવાબદારી લીધી હતી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે શાહ મહેમૂદ કુરૈશીએ સીએનએનને આપેલ એક ઈંટરવ્યુમાં માન્યુ હતુ કે જૈશના સરગના મૌલાના મસૂદ અઝર પાકિસ્તાનમાં જ હાજર છે. 
 
કુરૈશીએ કહ્યુ હતુ કે મૌલાના મસૂદ અઝહર ખૂબ જ બીમાર છે. તેની બીમારી એટલી ગંભીર છે કે તેઓ ઘરમાંથી બહાર પણ નથી નીકળી શકતા.  તેમણે કહ્યુ હતુ કે જો ભારત મૌલાના મસૂદ અઝહર વિરુદ્ધ એવા પુરાવા આપે છે જે પાકિસ્તાનની કોર્ટને માન્ય હોય તો પાકિસ્તાન મસૂદ અઝહર પર કાર્યવાહી કરશે. શાહ મહેમૂદ કુરૈશીએ બહાવલપુર સ્થિત મદરસાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે ભારત અને  દુનિયાના કેટલાક દેશ એ મદરસેને ટ્રૈનિગ કૈપનુ નામ આપી રહ્યા છે. 
 
કુરૈશીએ કહ્યુ કે ત્યા એક શાળા છે. મીડિયાને ત્યા લઈ જવામાં આવ્યા હતા અને એ લોકોએ જે જોયુ તે દુનિયાની સામે છે. કુરૈશીએ એકવાર ફરીથી પાકિસ્તાનના જૂઠ્ઠાણાને દોહરાવ્યુ છે કે પાકિસ્તાનમાં નવી સરકાર છે અને અમારી નવી નીતિ છે કે અમે અમારી ધરતનો ઉપયોગ આતંકી ગતિવિધિઓ માટે નહી થવા દઈએ. ભલે તે ભારત કેમ ન હોય. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર