ઉલ્લેખનીય છે કે સંવિધાનમાં અધ્યાદેશનો રસ્તો બતાવ્યો છે. કોઇ બિલને લાગૂ કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. સંવિધાનના આર્ટિકલ 123 પ્રમાણે જ્યારે સંસદ સત્ર ચાલી રહ્યું ના હોય ત્યારે રાષ્ટ્રપતિનો કેન્દ્રને આગ્રહ પર કોઇ અધ્યાદેશ રજૂ કરી શકે છે. અધ્યાદેશ ગૃહના આગળના સત્રની સમાપ્તિ બાદ છ સપ્તાહ સુધી ચાલુ રહી શકે છે. જે બિલ પર અધ્યાદેશ લાવામાં આવે છે, તેને સંસદમાં આગળના સત્રમાં રજૂ કરવાનું જ હોય છે. આમ ન થવા પર રાષ્ટ્રપતિ તેને ફરીથી પણ રજૂ કરી શકે છે.