Burn Mouth Remedy: ગરમ વસ્તુ ખાવાને કારણે બળી ગઈ છે જીભ, તો 3 સહેલા ઘરેલુ નુસ્ખાથી તરત જ મળશે આરામ
બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (00:18 IST)
Home treatment of burnt mouth: જ્યારે આપણે ઉતાવળમાં કંઈપણ ગરમ વસ્તુ ખાઈએ છીએ, તો ખૂબ જ પરેશાન કરનારી સ્થિતિ ઉભી થઈ જાય છે. જો કે, આ પરિસ્થિતિઓ માટે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવી શકાય છે.
ચાંદા પર બરફ લગાવો
આપણે દિવસમાં આવા ઘણા નાના-નાના કાર્યો કરીએ છીએ, જેની આપણને સારી આદત હોય છે, પરંતુ તેમ છતાં આપણે ઘણી વખત ભૂલો કરીએ છીએ. એ જ રીતે, ઘણી વખત આપણે ગરમ વસ્તુ ખાધા પછી આપણું મોં બળી જાય છે અને તે પછી આપણને ઘણા દિવસો સુધી સહન કરવું પડે છે. ઘણી વખત, અમુક ગરમ ખોરાક અથવા પીણું જેમ કે ચા વગેરે એટલી ગરમ હોય છે કે તે આપણી જીભ અથવા મોં પર ચાંદા નું કારણ બને છે. જેના કારણે આપણને લાંબા સમય સુધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે મેડિકલ સ્ટોર્સ પરથી ઘણી ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ્સ અને દવાઓ ઉપલબ્ધ છે, જેની મદદથી બળેલા મોંની સારવાર કરી શકાય છે. કેટલાક ઘરગથ્થુ ઉપાયો પણ છે, જેની મદદથી દાઝી ગયેલી જીભનો તરત જ ઈલાજ કરી શકાય છે. જો તમને પણ ગરમ વસ્તુ ખાવા કે પીવાથી તમારી જીભ પર અથવા તમારા મોઢાના કોઈપણ ભાગમાં ફોલ્લા પડી ગયા છે, તો આ લેખમાં અમે તમને આવા જ ત્રણ ખાસ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે રાહત મેળવી શકો છો. બળેલા મોંની સારવાર કરી શકાય છે.
જીભ પર લગાવો ફ્રેશ એલોવેરા જેલ
એલોવેરા તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે અને જો તમે કંઈક ગરમ ખાઈ લીધુ છે, જેના કારણે તમારી જીભ પર અથવા મોંના કોઈપણ ભાગમાં ચાંદા પડી ગયા છે, તો તે તમને તરત જ રાહત આપી શકે છે. એલોવેરામાં ઘણા ઘા મટાડવાના ગુણો છે, જેનો ઉપયોગ તમે સીધા તમારા ચાંદા પર કરી શકો છો. તે પણ શક્ય છે કે તેને ચાંદા પર લગાવતી વખતે શરૂઆતમાં તમને થોડી બળતરા થાય, પરંતુ પછીથી તમને તેનાથી રાહત મળવા લાગશે અને ચાંદા જલ્દી ઠીક થશે.
મધ ચાંદાને તરત મટાડશે
જો કોઈ ગરમ વસ્તુ ખાધા પછી તમારી જીભ કે મોં બળી જાય અને ફોલ્લા પડી જાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી જો તમારા ઘરમાં મધ હોય તો.
જીભ દઝાત જાય ત્યારે ત્યાં બનેલા ફોલ્લા અથવા ઘાની સારવાર માટે પણ મધનો ઉપયોગ કરી શકાય છે. મધમાં રહેલા એન્ટી ઈફ્લેમેટરી ગુણ જલદી બળતરા, સોજો અને લાલાશ દૂર કરવામાં મદદ કરે છે. તમારી જીભ અને મોંના ચાંદા પર મધને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી લગાવો અને મોંને નીચેની તરફ રાખો જેથી લાર બહાર નીકળતી રહે. ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ લો. તમને થોડા સમય માટે બળતરા થઈ શકે છે, પરંતુ તમને પછી રાહત મળશે.
તમે એ પણ જોયું હશે કે જ્યારે કોઈના મોઢામાં ચાંદા પડી જાય કે ગરમ વસ્તુ ખાવાથી મોં બળી જાય તો જીભને ઠંડુ કરવા માટે બરફનો સેક કરે છે.
ઉલ્લેખનિય છે કે બરફ માત્ર બળતરાને દૂર કરીને ઠંડક જ નથી કરતુ, પરંતુ તે તમારા ચાંદાને જલ્દીથી સાજા કરવામાં પણ મદદ કરે છે. જીભના બળેલા ભાગ પર બરફના ટુકડા વડે સેક કરી શકાય છે અને જો તમે ઇચ્છો તો બરફના ટુકડાને બદલે આઇસક્રીમ એટલે કે કુલ્ફીનો પણ ઉપયોગ કરી શકો છો. પીવાના સ્વચ્છ પાણીથી આઈસ ક્યુબ જમાવી લો અને ધીમે ધીમે જીભ પર સેક કરો. આમ કરવાથી ઠંડક તો મળશે જ સાથે જ ચાંદા પણ ઝડપથી રૂઝાવા લાગશે