પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન બાદ તેમની ટિકિટ રદ કરવાની માગ સાથે રાજકોટના ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા 14 દિવસથી અન્ય ત્યાગ ઉપર હતાં. મંગળવારે સાંજે તેમની તબિયત લથડતાં તેમને રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ ...
લોકસભા બેઠક પર પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઊતર્યા છે. ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને ક્ષત્રિય આગેવાનો ભાજપ સામે આરપારની લડાઈની તૈયારીઓ હોવાના નિવેદનો આપી રહ્યાં છે.
ગત વખતે ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો જીતનાર સત્તાધારી ભાજપ માટે આ વખતે સ્થિતિ સંપૂર્ણપણે અનુકૂળ જણાતી નથી. વિરોધના કારણે પક્ષે સાવરકાંઠા અને જામનગરમાં ઉમેદવારો બદલવા પડ્યા હતા જ્યારે કેન્દ્રીય મંત્રી અને રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ...
ક્ષત્રિય સમાજનો વિરોધ ખાળવા માટે રાજ્ય સરકારે ગઈકાલે આગેવાનો સાથે મોડી રાત્રે મુખ્યમંત્રી નિવાસ્થાને બેઠક યોજી હતી. રાતના 2 વાગ્યા સુધી ચાલેલી આ બેઠક પણ નિષ્ફળ રહી હતી.
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોનુ 12મુ લિસ્ટ રજુ કર્યુ છે. આ યાદીમાં પંજાબના ખડૂર સાહિબથી શ્રી મંજિત સિંહ મન્ના, હોશિયારપુરથી અનીતા સોમપ્રકાશ અને બઠિંડાથી પરમપાલ કૌર સિદ્દૂ (IAS) મેદાનમાં ઉતાર્યા છે.
ભાવનગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં કાળા વાવટા સાથે ક્ષત્રિય યુવાનો સભામાં પહોંચી ગયા હતા. એક બાજુ મનસુખ માંડવિયાની સ્પીચ ચાલુ હતી તો બીજી બાજુ ભારે હોબાળો મચ્યો હતો.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે મુસ્લિમ વોટરોને સમજાવવામાં લાગ્યા છે કે જૂની વાતો ભૂલી જાવ અને તેને ભૂલીને મારો સાથ આપો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 12 ટકા મુસ્લિમ વસ્તી છે.
Ganiben of Congress- ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ આજથી પ્રચંડ શક્તિપ્રદર્શન સાથે ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ભાજપના મનસુખ માંડવિયા અને વસાવા સહિતના ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું.
લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યાં છે અને રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. આ વચ્ચે પણ પક્ષ પલટાનો દોર જોવા મળી રહ્યો છે. ભાજપમાં ભરતી મેળાની જેમ નેતાએ એક બાદ એક જોડાઈ રહ્યાં છે. આજરોજ 15 એપ્રિલે ભાજપના પૂર્વ પ્રવક્તા કિશનસિંહ ...
દેશના નાગરિકોના આર્થિક રીતે નબળા વર્ગો માટે કેન્દ્ર સરકાર (Central Government) આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojana) ચલાવી રહી છે. જે અંતર્ગત સરકાર લાભાર્થીઓને ₹5,00,000 સુધીનો મફત આરોગ્ય વીમો આપે છે.
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. જે અંતર્ગત આજે 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને ...
Rahul Gandhi in Tamilnadu- ચૂંટણી પંચના અધિકારીઓએ તમિલનાડુના નીલગીરીમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લીધી હતી. પોલીસે જણાવ્યું કે હેલિકોપ્ટર અહીં ઉતર્યા બાદ ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓએ શોધખોળ હાથ ધરી હતી.
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે