Loksabha Election News - મુસ્લિમ વોટર્સને લોભાવવાની કોશિશમાં ઉદ્ધવ ઠાકરે, બોલ્યા - પહેલા જે થયુ તેને ભૂલીને મારો સાથ આપો

મંગળવાર, 16 એપ્રિલ 2024 (11:48 IST)
લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. ઉદ્ધવ ઠાકરે મુસ્લિમ વોટરોને લોભાવવાની પુરજોશમાં કોશિશ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની નજર મુસ્લિમ વોટર્સ પર છે. બાળાસાહેબ ઠાકરે દ્વારા બનાવેલ શિવસેના મુખ્યાલય સેનાભવનમાં મુસ્લિમ સમાજના અનેક વર્ગ સામેલ થયા છે. જેમા ઉદ્ધવે મુસ્લિમો સાથે વાત કરી છે.  આ બેઠકમાં બરેલવી, દેવબંદી, અહલે સહિત મુસ્લિમ સમાજના અનેક વર્ગ સામેલ થયા. 
 
ઉદ્ધવ ઠાકરે માંગ્યો મુસલમાનોનો સાથ 
ઠાકરેએ મુસ્લિમ વર્ગના લોકોને કહ્યુ કે પહેલા જે થયુ તેને ભૂલી જાવ. દેશ અને સંવિઘાનને બચાવવા માટે મારો સાથ આપો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમા& 12 ટકા મુસ્લિમ વસ્તી છે. બેઠક પછી મુસ્લિમ સમાજના લોકો સાથે ચોપાલમાં તે બેસ્યા પણ હતા. 
 
આજની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ અનેક મુદ્દા પર વાત કરી અને સંવિઘાન અને દેશને બચાવવા માટે સાથ આપવાની અપીલ કરી. ઠાકરેએ કહ્યુ કે આ પહેલા જે કંઈ થયુ તેને ભૂલી જાવ. 
 
તેમા કહેવામાં આવ્યુ કે મહારાષ્ટ્રનો મુસલમાન ઉદ્ધવ ઠાકરેની સાથે છે. ઉદ્ધવ ઠાકરેના એહસાનને ચુકવવાનો સમય આવી ગયો છે. મુસલમાન એહસાન ફરામોશ કોમ નથી. મુસ્લિમો ઠાકરેની દરેક ઉપકારનો બદલો આપશે. અમે મુસલમાન બાળાસાહેબ ઠાકરેની શિવસેનાનો સાથ આપીશુ. ઓવૈસીની પતંગનો દોરો મુસલમાન નથી. ઓવૈસી બીજેપીની બી ટીમ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર