પીએમ નરેન્દ્ર મોદીના ભાષણ બાદ રાહુલ ગાંધીએ ફરી રાફેલ મુદ્દામાં થયેલા ભ્રષ્ટાચારનો દાવો કર્યો. તેમણે કહ્યું કે અમે એક વર્ષ પહેલેથી જ કહી રહ્યા છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાફેલ ગોટાળામાં સામેલ છે. આજે એક અંગ્રેજી અખબારમાં પણ લખ્યું છે કે વડાપ્રધાન નેગોશિએશનમાં સીધી ભૂમિકા નિભાવી રહ્યા હતા. આ દેશની સેનાના યુવાનોને સીધું કહું છું કે તમે અમારી રક્ષા કરો છો અમારા માટે લડો છો અને અમારા માટે જીવ આપી દો છો. પ્રધાનમંત્રી એ 30000 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો અને તેણે પોતાના મિત્ર અનિલ અંબાણીના ખિસ્સામાં નાંખ્યા.
રાહુલ ગાંધી એ પીએમ મોદી પર રાફેલ ડીલ પર દેશને ગુમરાહ કરવાનો આરોપ મૂકયો. તેમણે કહ્યું કે મારી ઘણી પત્રકાર પરિષદો થઇ. નિર્મલા સીતારમણે જુઠ્ઠું બોલ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુઠ્ઠું બોલ્યા. દોઢ કલાક મારી સાથે વાતચીત કરી અને જુઠ્ઠું બોલ્યા. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદજી એ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જી એ ડાયરેકટ કહ્યું હતું કે અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ મળવો જોઇએ.