ભારે નુકશાન પછી આજે માર્કેટે આપી સપાટ શરૂઆત, શુ સેંસેક્સ અને નિફ્ટી બાજી બદલી શકશે ?

ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (10:36 IST)
Share Market Today: ભારતીય શેર બજાર આજે ખુલતા જ બૈટિંગ મોડમાં જોવા મળી રહ્યુ છે.  સેસ્કેસએ સપાટ શરૂઆત કરી છે તો બીજી બાજુ નિફ્ટી પણ 1 અંક ઉછળીને 18,456 પર વેપાર શરૂ કર્યો છે.  ગઈકાલે ભારતીય શેરબજારના ઈતિહાસનો સૌથી ખરાબ દિવસ હતો. શેર આ વર્ષે અત્યાર સુધીના સૌથી મોટા ઘટાડા સાથે ગઈ કાલે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 927.74 પોઈન્ટ અને NSE નિફ્ટી 272.40 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. ગઈ કાલે એક જ દિવસમાં રોકાણકારોનું રૂ. 3.78 લાખ કરોડનું નુકસાન થયું હતું, જે શેરબજારના ઈતિહાસનો સૌથી ખરાબ દિવસ હતો. શેર આ વર્ષે અત્યાર સુધીના સૌથી મોટા ઘટાડા સાથે ગઈ કાલે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 927.74 પોઈન્ટ અને NSE નિફ્ટી 272.40 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. ગઈકાલે એક જ દિવસમાં રોકાણકારોને રૂ. 3.78 લાખ કરોડનું નુકસાન થયું હતું. આ વર્ષે એક જ દિવસમાં થયેલા નુકસાનની આ સૌથી વધુ સંખ્યા છે. રિલાયન્સ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ મિતુલ શાહે જણાવ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવેદનો અને યુદ્ધની ધમકી બાદ બજારોએ પ્રતિકૂળ પ્રતિક્રિયા આપી છે. તમામ 10 સ્ક્રીપ્સે વેચાણના દબાણનો સામનો કર્યો હોવાથી અદાણી ગ્રૂપના શેરોમાં મુશ્કેલી વધી હતી. 25મી જાન્યુઆરીએ હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રૂપના શેરોએ તેમના મૂલ્યના 60 ટકા ગુમાવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર