શેર માર્કેટ ખુલતા જ સેંસેક્સમાં ઉછાળ, જાણો આજે કેવુ રહેશે માર્કેટ ?

સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (10:24 IST)
Share Market Open Today: આજે અઠવાડિયાના પહેલો જ દિવસ છે. શેર બજારમા& આજે તેજી જોવા મળી છે.  સેસેક્સ 123 અંકોના ઉછાળા સાથે (61,126) વેપાર કરી રહ્યુ છે. બીજી બાજુ નિફ્ટી પણ 24 અંકોના ઉછાલા સાથે 18,888 પર વેપાર કરી રહ્યુ છે. ગયા અઠવાડિયે બજાર બંધ થયુ હતુ ત્યારે શેર બજારમાં અઠવાડિયાના છેલ્લા દિવસે ઘટાડો નોંધવામાં આવ્યો હતો. મુંબઈ શેર બજરનો સેસેક્સ 317 અંક ગબડી ગયો. બીજી બાજુ નિફ્ટી પણ 18000ના મુખ્ય સ્તર નીચે ગબડી ગયો. ત્યારે બીએસઈ સેસેક્સ  316.94 અંકના ઘટાડા સાથે 61,002.57 પર અને એનએસઈ નિફ્ટી  91.65 અંક તૂટીને 17,944.20 અંક પર બંધ થયો હતો. જો કે સારી વાત એ રહી છે કે વિદેશી રોકાણકારો તરફથી થોડી ખરીદી દેખાય રહી છે. 

મળી રહ્યા છે સારા સંકેત  
 
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)નો ટ્રેન્ડ ફરી એકવાર ભારતીય શેરબજાર તરફ આગળ વધ્યો છે. ગયા સપ્તાહે, FPIsએ શેરબજારમાં ચોખ્ખા ધોરણે રૂ. 7,600 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. ડિપોઝિટરીઝના ડેટા પરથી આ માહિતી મળી છે. છેલ્લા સપ્તાહ દરમિયાન (7 થી 12 ફેબ્રુઆરી) FPIsએ રૂ. 3,920 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના એસોસિયેટ ડાયરેક્ટર-મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે "અદાણીના ઝટકાથી બહાર આવ્યા પછી બજાર ફરી ધમધમી રહ્યુ હોવાથી FPI ના પ્રવાહમાં સુધારો થયો છે." ભારતીય શેરબજારો તરફ તેમનું વલણ ફરી વધ્યું છે.
 
આજે કાચા તેલ અને રૂપિયાની ગતિવિધિ પર રહેશે નજર 
 
આ સિવાય ક્રૂડ ઓઈલના ભાવ અને રૂપિયાની મુવમેન્ટ પણ બજારને દિશા આપશે. ગયા અઠવાડિયે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 319.87 પોઈન્ટ અથવા 0.52 ટકા વધ્યો હતો. ચાવીરૂપ મેક્રોઇકોનોમિક ડેટાના પ્રકાશન વચ્ચે એફપીઆઇની ખરીદીના પગલે પાછલા સપ્તાહમાં બજારનું સેન્ટિમેન્ટ હકારાત્મક રહ્યું હતું. 
જોકે, અપેક્ષા કરતાં વધુ ફુગાવો અને યુએસ જોબ માર્કેટના મજબૂત ડેટાએ ગયા સપ્તાહના અંતે બજારને નીચું ખેંચ્યું હતું, એમ જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. આનાથી નાણાકીય નીતિને વધુ કડક બનાવવાની ચિંતા વધી છે. નાયરે જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં કોઈ મોટી ઘટનાક્રમની ગેરહાજરીમાં, આ સપ્તાહે બજારની મૂવમેન્ટ વૈશ્વિક વલણ દ્વારા નક્કી કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર